રોજ આ સમયે પીઓ સૂકી મેથીનું પાણી, એટલું ઉતરશે વજન કે કપડા થઈ જશે ઢીલાં

  • February 11, 2020 05:08 PM 28 views

વજન ઘટાડવા માટે રોજ નવા નવા ઉપાય લોકો કરતાં રહે છે પણ વધેલું વજન એટલું જીદ્દી હોય છે કે તે ઘટવાનું નામ નથી લેતું. વધેલું વજન શરીરના દેખાવને ખરાબ કરે છે તેની સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ કરે છે. સ્વાસ્થ્યને જાળવવા માટે વજન ઘટાડવું જરૂરી હોય છે. વધેલું વજન ઘટાડવા અને શરીરને નિરોગી કરવા માટે મેથીના પાણીનો ઉપયોગ કારગર નીવડી શકે છે. 

 

તેના માટે એક બાઉલમાં 1 ગ્લાસ પાણી લેવું અને તેમાં 2 ચમચી મેથીના દાણા ઉમેરી અને રાત આખી પલળવા દેવું. સવારે આ પાણીમાંથી મેથી ગાળી લેવી અને પાણીને ખાલી પેટ પી જવું. આ ઉપાય શરૂ કર્યાના થોડા જ દિવસોમાં તમને વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.