મેષ
સાહ દરમિયાન વ્યવસાયમાં સફળતા. નવી ભાગીદારી થાય. નોકરીમાં કાર્યભાર રહે. શેર સટ્ટામાં લાભ. મિલકતના પ્રશ્નો ટાળવા. લગ્ન ઇચ્છુકોને સફળતા. કાનૂની પ્રશ્નોથી દૂર રહેવું. સ્થળાંતરની ઇચ્છા ફળવાની.
કારણ વગરનો માનસિક તનાવ રહે. જેને લઇને સ્વાસ્થ્ય ઉપર અસર થાય. મહત્વના નિર્ણયો બાબત ઉતાવળ ન કરવી. પરિવારના વડીલ વર્ગ સાથે વાદ વિવાદ ટાળવા. નવી યોજનાઓમાં મિત્ર વર્તુળનો સહકાર સારો રહે. ટેકનીકલ લાઇનથી લાભ. ગુસ્સાને લઇને કોઇ સારો લાભ ન ગુમાવો તેનું ધ્યાન રાખવું.
વૃષભ
સાહ દરમિયાન નોકરીમાં ફેરફારો ન કરવા. વ્યવસાયમાં આવકનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્ર વધે. શેર સટ્ટામાં સફળતા. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણયો ન લેવા. કાનૂની પ્રશ્નોથી દૂર રહેવું.
લ ઇચ્છુકોને અનુકુળતા રહેવાની. વધુ પડતા કાર્યભાર, દોડધામથી દૂર રહેવાની સલાહ છે. સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી. નવા પ્રોજેકટમાં જાણકાર વ્યકિતની સલાહ લઇને આગળ વધવું. માતાની તબીયત બાબત ધ્યાન દેવું. મિલકત ઉપર કર્જ ન લેવું. વિદેશથી લાભ રહેવાનો.
મિથુન
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં પરિવર્તન ન કરવું. નોકરીમાં મનગમતી જગ્યા મળે. શેર સટ્ટામાં લાભ. મિલકતની ઇચ્છા ફળે. ધાર્મિક કાર્યમાં સફળતા રહે. સગાઇ–લના કાર્યમાં સફળતા. વિદેશ જવાની ઇચ્છા ફળે.
મિત્ર વર્તુળનો સહકાર રહે. આત્મવિશ્ર્વાસ વધારવો. સ્વાસ્થ્ય બાબત યેનકેન પ્રકારે નબળો સમય રહે. અંધશ્રધ્ધામાં ન અટવાતા. આધ્યાત્મિક વિચારોને અપનાવવાથી લાભ. મિત્ર વર્તુળ સાથે વ્યવસાય અંગે ચર્ચા વિચારણા થાય. ભાગીદારો સાથે નવા કમિટમેન્ટ થાય. જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.
કર્ક
સપ્તાહ દરમિયાન નોકરીમાં અધિકારી વર્ગને સહકાર દેવો. વેપાર ખરીદી બાબત સાવધાની જરૂરી. શેર સટ્ટાથી દૂર રહેવું. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા. ભાગીદારોનો સહકાર રહે. સગાઇની ઇચ્છા ફળે.
નાણાકીય બાબતોને લઇને કોઇને કોઇ ટેન્શન રહે. ઉધારીથી દૂર રહેજો. પરિવારના સભ્યો સાથે મતભેદોથી દૂર રહેજો. નાણાની પ્રાી માટે નવી યોજનાઓ કરવાની ઇચ્છા આગળ વધે. સંતાનોની સગાઇના કાર્યેા આગળ વધે. ઇમ્પોર્ટ–એકસપોર્ટના બીઝનેસમાં આર્થિક લાભ રહે.
સિંહ
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. નોકરીમાં કાર્યભાર રહે. ચીવટપૂર્વક કાર્ય કરવું. શેર સટ્ટામાં જાળવવું. બીજાની જવાબદારી ન લેવી મિલકતના પ્રશ્ર્નોમાં લાભ. વિદેશ જવાની ઇચ્છા ફળે.
કારણ વગરના વિચારોથી પરેશાની રહે. સ્વાસ્થ્ય બાબત આંખને લગતી તકલીફોથી જાળવવું. સરકારી કાર્યેાથી દૂર રહેવું. આત્મવિશ્ર્વાસ વધારવો. સામાજિક સંસ્થામાં સારો હોદો મળવાનો. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ. કર્મચારી વર્ગ સાથે મહત્વની મિટિંગનું આયોજન થાય.
કન્યા
સાહ દરમિયાન નોકરીમાં સફળતા રહે. વ્યવસાયમાં પ્રગતિ આર્થિક લાભ. શેર સટ્ટામાં અનુકુળતા. સગાઇ–લના કાર્યેા આગળ વધે. નવી ઓળખાણથી લાભ. સામાજિક પ્રતિષ્ઠા. કાનુની પ્રશ્નો ટાળવા.
લજીવનમાં થયેલા મતભેદો દૂર થાય. યુવા વર્ગને રોમાન્સમાં સફળતા. અધિકારી વર્ગનો સાથ સહકાર સારો રહે. સ્થાનફેર સ્થળાંતરની ઇચ્છા ફળવાની. ઓફિસમાં રિનોવેશન થાય. પાડોશી સ્નેહીજનો સાથે સુમેળ રાખવો. સંગીત, કલાક્ષેત્રે રૂચી વધવાની. આધ્યાત્મિક વિચારોમાં વધારો થાય.
તુલા
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં ન ધારેલો લાભ પ્રતિ ા વધે. નોકરીમાં મનગમતી જગ્યા મળે. શેર સટ્ટામાં જાળવવું. મિલકતમાં વૃધ્ધિ થાય. ગુસ્સાને ટાળજો. સ્થળાંતરની ઇચ્છા ફળે.
કારણ વગરના વિચારોને ટાળજો. સ્વાસ્થ્ય બાબત બ્લડપ્રેશરની તકલીફ હોય તેઓએ જાળવવું. ભાગ્યોદયની તક માટે સારો સમય. સામાજિક પ્રતિષ્ઠા વધવાની. મેરેજ લાઇફમાં ગેરસમજો ટાળવી. આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળવાના. ભાઇ–બહેનો સાથે સુમેળ વધવાનો.
વૃશ્ચિક
સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા રહે. વ્યવસાયમાં મનગમતા ફેરફારો શકય બને. મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. શેર સટ્ટામાં સાવધાની રાખવી. સગાઇ લગ્નના કાર્યેામાં સફળતા.
અટકતા કાર્યેાને વેગ મળે. ઉધારી ધંધાથી દૂર રહેજો. બેન્ક લોનના કોઇ પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત જાળવવું. રાજકીય લાભ મળવાનો. લખાણ દસ્તાવેજોના કાર્યમાં અનુકુળતા રહે. હરીફો ઉપર વર્ચસ્વ વધારવાના પ્રયત્નો ફળવાના. કાર્યની કદર થવાની સંતાનોનો સહયોગ રહેવાનો.
ધન
સપ્તાહ દરમિયાન નોકરીમાં પરિવર્તન ન કરવું. કાર્યભાર રહે. વ્યવસાયમાં નવી વ્યકિતનું જોડાણ થાય. શેર સટ્ટામાંં જાળવવું. વીલ વારસાના પ્રશ્નો ટાળવા. સગાઇનું કાર્ય લંબાય. યાત્રા પ્રવાસમાં જાળવવું.
સરકારી કાર્યેામાં સાવધાની રાખવી. સ્વાસ્થ્ય બાબત જુની તકલીફોને લઇને ટેન્શન રહે. આત્મવિશ્ર્વાસ વધારવાથી લાભ રહે. ગુસ્સાને લઇને કોઇ સારો લાભ ન ગુમાવો તે બાબત ધ્યાન રાખજો. ઉધારી ધંધાથી જાળવવું. મોસાળથી સારો લાભ મળવાનો. નવા કમિટમેન્ટ, બેન્કને લગતા કાર્યેામાં અનુકુળતાઓ વધવાની.
મકર
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં પરિવર્તનની ઇચ્છા ફળે. નોકરીમાં કાર્યભાર રહે. વ્યવહારિક અભિગમ અપનાવવાથી અનુકુળતા વધે. શેર સટ્ટામાં જાળવવું. મિલકતથી લાભ. સગાઇ લના કાર્યમાં સફળતા.
ભાગીદારી ધંધો ધરાવતા હોય તેઓએ ભાગીદારોને સહકાર દેવો. પ્રિયપાત્ર સાથે મતભેદો ટાળવા. વડીલ વર્ગને સમજવાની કોશીષ કરવી. ઇલેકટ્રોનીક ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. લોખંડ, કમીકલ્સ, ઇમ્પોર્ટ એકસપોર્ટના ધંધાથી વિશેષ લાભ રહે. ભાઇ–બહેનો કે મિત્ર વર્તુળ સાથે સહયોગની ભાવના રાખવી.
કુંભ
સપ્તાહ દરમિયાન નોકરીમાં પ્રમોશનના ચાન્સ. નવી ભાગીદારી સફળ થાય. કોસ્મેટીક લાઇનથી વિશેષ લાભ. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. ઉધારી ધંધાથી દૂર રહેવું. મિત્ર વર્તુળ કે ભાઇ–બહેનોનો સહકાર રહે. અટકતા કાર્યને વેગ મળે. મોસાળ પક્ષેથી લાભ. સ્વાસ્થ્ય બાબત બ્લડ પ્રેશરની તકલીફવાળાઓએ જાળવવું. ગુરૂ, શુક્ર સફળતાવાળા.
લગ્ન ઇચ્છુકોને લગ્ન કે સગાઇનું કાર્ય આગળ વધવાનું. બેકારોને નોકરી શોધવામાં સફળતા મળવાની. વિજાતીય આકર્ષણ વધવાનું. લકઝરી ચીજ વસ્તુનું આકર્ષણ વધે. લ કે સગાઇ નિમિતે મુસાફરી થાય. પ્રિયપાત્રની મુલાકાત શકય બને. વિદેશથી સારા સમાચાર આવે.
મીન
સપ્તાહ દરમિયાન નોકરીમાં ફેરફારો થાય. બદલીના ચાન્સ. જુની બીમારીમાં રાહત થાય. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય. અધિકારી વર્ગનો સહકાર રહે. લખાણ દસ્તાવેજના કાર્યમાં સાવધાની રાખવી. રોકાયેલા નાણા છુટ્ટા થાય. બેન્કના કાર્યમાં સફળતા મળે. ભાગીદારોને સહકાર દેવો. પરિવારના વ્યવસાયથી લાભ. સોમ, મંગળવાર લાભદાયક રહે.
શેર સટ્ટામાં જન્મના ગ્રહો પ્રમાણે લાભાલાભ રહે. પુખ્ત વયના સંતાનોની સગાઇ કે લનું કાર્ય સફળ થવાનું. ઘર કે ઓફિસમાં લકઝરી ફેરફારો થાય. સામાજિક કાર્યેા સફળ થાય. અંગત વ્યકિતઓ સાથે કોઇ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન આપવું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech