મેષ
નોકરીમાં અનુકુળતા રહે. આત્મવિશ્વાસ વધે. વ્યવસાયમાં નવું આયોજન થાય. રાજકીય લાભ મળે. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. શેર સટ્ટામાં લાભ. મહત્વના કાર્યેામાં સફળતા. બુધવાર અને ગુરૂવાર વિશેષ લાભ રહે.
સામાજિક પ્રતિા વધવાની. પરિવારના સભ્યોનો સહકાર રહે. પરિવારના ધંધામાં સફળતા. વિદેશથી લાભ રહે. સ્વાસ્થ્ય બાબત અનુકુળતા રહે. બીમારીમાં રાહત રહે. લેખન કાર્યમાં લાભ, જશ મળે. કારણવગરનો માનસિક તનાવ પણ રહે. યાત્રા–પ્રવાસમાં જવાનો યોગ ઉભો થાય. લકઝરી ચીજવસ્તુની ખરીદીની ઈચ્છા ફળે.
વૃષભ
વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા થાય. કાર્યશકિત વધે. શેર સટ્ટાથી લાભ. મિલકતના પ્રશ્નોમાં સફળતા. કાનૂની પ્રશ્નો ટાળવા. વિદેશ જવાની ઈચ્છા ફળવાની. સોમવારે નવું આયોજન થાય.
મહત્વના કાર્યેામાં કોઈ ન ધારેલી વ્યકિતનો સહકાર રહે. ભાઈ–બહેનો સાથે ગેરસમજો ટાળવી. આવક વધારવાના પ્રયત્નો ફળવાના. ચાર્જ જળવાઈ રહે. રાજકીય લાભ રહે. ગૂઢ વિધામાં રસ રહે. નવા ઉધોગ અંગેના પ્રોજેકટો હાથ ઉપર આવે. ન ધારેલી વ્યકિતનો સાથ સહકાર રહે. આધ્યાત્મિક વિચારોમાં વધારો થાય.
મિથુન
વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. નોકરીમાં સ્થિરતા રાખવી. માનસિક તનાવ રહે. મિલકતથી લાભ રહે. લખાણ દસ્તાવેજોના કાર્યેામાં સાવધાની રાખવી. સગાઈ–લના કાર્યેામાં અનુકુળતા રહે. સામાજિક પ્રતિા વધે. બુધવાર લાભદાયક રહે.
સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી. ગુસ્સાને કાબૂમાં રાખજો. વિજાતીય સંબંધોમાં ગેરસમજો રહે જેથી આ બાબતે કાળજી રાખવી. ટેકનીકલ લાઈનથી વિશેષ લાભ રહે. સંયુકત પરિવારના વ્યવસાયમાં મહત્વના ફેરફારોની ઈચ્છા ફળે. જીવનસાથી સાથે વિસંવાદિતા ન થાય તેનું ધ્યાન રાખવું. મોસાળથી લાભ રહે. કર્જ લઈને કોઈ સાહસ ન કરવું.
કર્ક
નોકરીમાં મનગમતું કાર્ય મળે. વ્યવસાયમાં સફળતા. સગાઈના કાર્યમાં ધીરજ રાખવી. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. ભાગીદારો સાથે મતભેદો ટાળજો. શેર સટ્ટામાં લાભ. પ્રવાસ થાય. સોમવાર અનુકુળતાવાળો રહે.
જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત યેનકેન પ્રકારે નબળો સમય રહે. નવી ભાગીદારી યોજના બાબત કોઈ ઉતાવળ ન કરવી. સીઝનલ ધંધાથી લાભ રહે. રાજકારણમાં સક્રિય થશો. સંસ્થામાં સારો હોદ્દો મળે. બ્લડ પ્રેશરની તકલીફો હોય તેઓને જાળવવું. આર્ટ, સંગીત કલા ક્ષેત્રે સફળતા મળે. જૂના મિત્રોની મુલાકાતથી મનનો ઉત્સાહ જળવાઈ રહે.
સિંહ
નોકરીમાં સફળતા. નવી ઓફર આવે. વ્યવસાયમાં નવી એજન્સીથી લાભ. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા. શેર સટ્ટામાં સફળતા. સગાઈ–લના કાર્યમાં સફળતા. ધાર્મિક કાર્ય થાય. રવિવાર નવી ઓળખાણ થાય.
સંયુકત પરિવારની મિલકતના પ્રશ્નોમાં સફળતા. નકારાત્મક વિચારો ટાળજો. આત્મવિશ્ર્વાસ એ જ તમારી સફળતા છે. સરકારી કાર્યેામાં કોઈની મદદ મળે. સાઈડમાં આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળે. ઈમ્પોર્ટ–એકસપોર્ટના ધંધામાં લાભ રહે. પરિવારના વડિલ વર્ગનું માર્ગદર્શન ઉપયોગી રહે. રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારો થવાના.
કન્યા
વ્યવસાયમાં અનુકુળતા રહે. નોકરીમાં કોઈ પરિવર્તન ન કરવું. માનસિક તનાવ રહે. શેર સટ્ટામાં જાળવવું. ઈમ્પોર્ટ–એકસપોર્ટના ધંધામાં અનુકુળતા રહે. મિલકતથી લાભ. ગુરૂવારે વિશેષ લાભ રહે.
લ ઈચ્છુકોને નિર્ણયો બાબત કોઈ ઉતાવળ ન કરવી. નવી યોજના બાબત આગળ વધતા પહેલા શાંતિથી નિર્ણયો લેવા. વીલ વારસાના પ્રશ્નોમાં લાભ રહે. કાર્યક્ષેત્રનો વિકાસ થવાનો. અધિકારી વર્ગ સાથે સુમેળ રાખવો. ભાઈ–બહેનોને ત્યાં માંગલિક પ્રસંગો ઉભા થાય. કોર્ટ કેસના પ્રશ્નોમાં સમાધાનની કોશિષથી લાભ રહે.
તુલા
નોકરીમાં કાર્યભાર રહે. વ્યવસાયમાં નાણાકીય પ્રશ્નોથી ટેન્સન, મિલકતથી લાભ. શેર સટ્ટાથી જાળવવું. લખાણના કાર્યેામાં ઉતાવળ ન કરવી. યાત્રા–પ્રવાસમાં અનુકુળતા રહે. શુક્રવાર પ્રતિા વધે તેવું કાર્ય મળે.
આત્મવિશ્ર્વાસને મજબુત રાખવો જરૂરી રહે. બીપીની તકલીફ હોય તેઓએ ખાસ જાળવવું. મહત્વના કાર્યેામાં કોઈની સલાહ લેજો. વીલ વારસાના પ્રશ્નોમાં અનુકુળતા રહે. ભાઈ–બહેનોથી સાથ સહકાર સારો રહે. નવા મિત્રો બનાવવામાં સાવધાની જરૂરી. સામાજિક કાર્યેામાં સફળતા રહે. મનગમતી વ્યકિતની મુલાકાત થાય. વિદેશથી નાણાકીય લાભ મેળવશો. ધાર્મિક કાર્યમાં અનુકુળતા રહે.
વૃષિક
વ્યવસાયમાં ન ધારેલો લાભ. નોકરીમાં પ્રમોશન બદલીના ચાન્સ. નાણાકીય બાબતોમાં સતર્કતા રાખવી. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. સગાઈ–લના કાર્યેામાં સફળતા. માતાથી લાભ રહે. મંગળવાર વિશેષ અનુકુળતા રહે.
કારણવગરનો માનસિક રીતે દબાવ રહે. નકારાત્મક વિચારોને ટાળજો. ટેકનીકલ લાઈનથી લાભ રહે. જૂના અટકતા કાર્યેા બાબત સતર્ક રહીને આગળ વધવાથી કાર્યમાં સફળતા રહે. સંયુકત પરિવારના વ્યવસાયમાં મનગમતા ફેરફારોની ઈચ્છા ફળવાની. અધિકારી વર્ગ તમારા કાર્યથી ખુશ રહે. શેર સટ્ટામાં જાળવવું મહત્વના કાર્યેામાં અચાનક સફળતા રહે.
ધન
નોકરીમાં અનુકુળતા રહે. વ્યવસાયમાં આર્થિક લાભ. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. મિલકતની લે–વેચમાં લાભ. દસ્તાવેજોના કાર્યેામાં જાળવવું. કાર્યશકિત વધે. વિદેશ જવાની તક મળવાની. ગુરૂવાર વિશેષ લાભ રહે.
યુવા વર્ગને વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. લગ્નજીવનમાં જાળવવું. રાજકીય લાભ રહે. માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય. નવી ઓળખાણ થાય. કોઈની નાણાકીય જવાબદારી ન લેવી. કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેજો. નજીકના મિત્રો કે ભાઈ–બહેનો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. આધ્યાત્મિક વિચારોને અપનાવવા.
મકર
વ્યવસાયમાં મનગમતું વાતાવરણ રહે. આર્થિક લાભ. નવી એજન્સી મળે. નોકરીમાં કાર્યભાર રહે. મિલકતની લે–વેચ થાય. શેર સટ્ટામાં જાળવવું. લ ઈચ્છુકોને સફળતા રહે. શનિવાર વિશેષ લાભદાયક રહે.
મનગમતી વ્યકિત સાથે ભાગીદારી યોજનામાં આગળ વધી શકાય. કર્જમાં રાહત રહે. કૌટુંબિક બાબતોના પ્રશ્નોમાં સફળતા રહે. સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી. રાજકીય ક્ષેત્રે લાભ. રોજિંદા કાર્યમાં ચીવટ રાખવી. કોર્ટ કેસના પ્રશ્નોમાં સાવધાની રાખવી. સમાધાનથી લાભ રહે. લજીવનમાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું.
કુંભ
નોકરીમાં ચીવટ રાખવી. વ્યવસાયમાં એવરેજ રહે. શેર સટ્ટામાં નિર્ણયો બાબત સતર્કતા રાખવી. મિલકતના પ્રશ્નોથી દૂર રહેજો. સ્વાસ્થ્ય જાળવવું. સ્થળાંતરની ઈચ્છા પ્રબળ થાય. શનિવાર વિશેષ લાભદાયક રહે.
આ સમય દરમિયાન નબળા વિચારો ટાળજો. મેડીટેશન, યોગને જીવનમાં અપનાવો. થોડી ધીરજ રાખવાની ટેવ પાડો. ભાગીદારો સાથે ગેરસમજો ટાળજો. ભાઈ–બહેનો, મિત્રોનો સહકાર રહે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્સન રહે. નવા આયોજનમાં કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા. નવી ઓળખાણમાં સાવધાની રાખવી. સીઝનલ ધંધામાં સમજદારી પૂર્વક આયોજન કરવું.
મીન
વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. નોકરીમાં સ્થીરતા રાખવી. મિલકતના પ્રશ્નો ટાળજો. શેર સટ્ટામાં સફળતા. લ ઈચ્છુકોને અનુકુળતા વધે. ગુસ્સો ટાળજો. યાત્રા–પ્રવાસમાં અનુકુળતા રહે. નવું આયોજન સફળ થાય. ગુરૂવારે નવી ઓળખાણ લાભદાયક રહે.
લજીવનમાં થયેલી ગેરસમજો દૂર થાય. માનસિક તનાવ દૂર થાય. નાણાકીય બાબતોમાં સતર્કતા રાખવી. અનજાન વ્યકિતથી જાળવવું. જૂના મિત્રોની મુલાકાતથી લાભ રહે. મનને શાંતિ મળે. પાર્ટીનું આયોજન થાય. સ્વાસ્થ્ય બાબત શ્ર્વાસને લગતી તકલીફોથી જાળવવું. વિજાતીય મિત્રતા ગાઢ બને. કોર્ટ કેસના પ્રશ્નોમાં સમાધાનથી લાભ. અટકતા પ્રશ્નોને વેગ મળે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech