કોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર

  • March 12, 2021 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસે મહારાષ્ટ્રની ચિંતા ફરીથી વધારી દીધી છે. કોરોના વાયરસના કેસથી ચિંતીત રાજ્ય સરકારે કડક નિર્ણય લીધો છે. કોરોનાના વધતાં કેસ મામલે રાજ્ય સરકારે પરભણી અને અકોલા જિલ્લામાં વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે. આ બે જિલ્લામાં આજે રાતથી લોકડાઉન લાગુ થશે જે સોમવારે સવાર સુધી લાગું રહેશે. 

 

 

શુક્રવારે રાત્રે 8 કલાકથી લોકડાઉન લાગુ થશે જે સોમવારે સવારે 6 કલાક સુધી લાગુ રહેશે. પરભણી જિલ્લામાં આ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 12 કલાક થી લાગુ થશે જે સોમવારે સવારે 6 કલાક સુધી લાગુ રહેશે. આ ઉપરાંત જલગાંવમાં પણ શુક્રવારે 8 કલાકથી સોમવારે સવારે 8 કલાક સુધી જનતા કર્ફ્યુ જાહેર કરાયું છે. જનતા કર્ફ્યુ અને લોકડાઉન વચ્ચે માત્ર જરૂરી સેવાઓ જ શરુ રહેશે. 

 

 

આ પહેલા ગુરુવારે નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉનની ઘોષણા કરી હતી. આ લોકડાઉન દરમિયાન શાકભાજી, ફ્રૂટ, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. રાજ્ય સરકારે સંકેત આપ્યા છે કે કોરોનાના કેસ વધ્યા તો આગામી સમયમાં વધુ કેટલાક શહેરોમાં લોકડાઉન આવી શકે છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS