કોરોનાના ચેપથી બચવા માસ્ક પહેરવાનો રાખો આગ્રહ

  • April 03, 2020 08:01 PM 781 views

 

રાજ્યમાં કોરોના વાયરસનું લોકલ ટ્રાંશમીશન વધવા લાગ્યું છે. તેવામાં આગામી દિવસોમાં આ વાયરસ ક્લસ્ટરમાં પણ ફેલાય તેવી શક્યતા હોવાથી લોકો માસ્ક પહેરવાનો આગ્રહ રાખે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે આયુષ મંત્રાલયએ કરેલા સુચનોનું પાલન કરવાની સાથે લોકો સાદા કોટનના કપડાનું પણ માસ્ક પહેરવાનો આગ્રહ રાખે. 

 

કારણ કે આગામી 2,3 અઠવાડિયા એવા છે જેમાં વધુ કેસ સામે આવી શકે છે. તેવામાં હાલ જો લોકોની વચ્ચે કોઈ દર્દી હોય જેને પણ પોતે સંક્રમિત છે તે વાતની જાણ ન હોય તો તેનાથી તેના સંપર્કમાં આવેલા લોકો સુધી ચેપ પ્રસરે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેના માટે કોઈ ખાસ પ્રકારના માસ્ક જ પહેરવા તે જરૂરી નથી. લોકો ઘરમાં સાદા કોટનના કપડાથી પણ મોં અને નાકને કવર કરી શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application