પાકિસ્તાની ડ્રોન દ્રારા ભારતીય ક્ષેત્રમાં હથિયારો ફેંકાયા

  • December 04, 2020 10:47 AM 105 views

પંજાબની સીમા પર અને કાશ્મીરના ક્ષેત્રોમાં પાક.ની ઘૂષણખોરી સામે જવાનોનું સર્ચ ઓપરેશન

પાકિસ્તાન દ્રારા ભારત વિરોધી પ્રવૃત્તિ સતત ચાલુ રાખવામાં આવી છે અને પંજાબ સીમા પર પાકિસ્તાની ડ્રોન દ્રારા હથિયારો ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સીમા પર જવાનો દ્રારા સર્ચ ઓપરેશન શ કરવામાં આવ્યું છે.


કાશ્મીર ની સીમા પર ઘૂસણખોરી કરવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે અને છેલ્લા આઠ દિવસમાં જવાનોએ અનેક વખત પાક ની કોશિશ નાકામ બનાવી છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ હવે ભારતીય દાણચોર સાથે મળીને સુરક્ષિત સ્થળ ઉપર પોતાની પ્રવૃત્તિ આગળ વધારી રહી છે.


જોકે બી.એસ.એફ.ના જવાન અને પંજાબ પોલીસ દ્રારા બોર્ડર પર પોસ્ટ ઉભી કરીને સતત વોચ રાખવામાં આવી રહી છે અને પંજાબ ની સીમા પર ડ્રોન દ્રારા હથિયારો ફેંકવામાં આવ્યા બાદ સમગ્ર સીમા વિસ્તાર માં સર્ચ ઓપરેશન શ કરી દીધું છે.


જવાનોએ અને પંજાબ પોલીસે એવી માહિતી આપી છે કે પાછલા ત્રણ દિવસમાં પાકિસ્તાની ડ્રોન દ્રારા ભારતીય સીમામાં ચાર વખત પ્રવેશ કરવામાં આવ્યો હતો. આઈએસઆઈ દ્રારા જંગી પ્રમાણમાં હથિયારો ડ્રોન દ્રારા ભારતમાં ઉતારી દેવામાં આવ્યા છે અને જવાનોએ તેમજ પોલીસે તેની શોધખોળ શ કરી છે.


પંજાબ પોલીસને એવી બાતમી પણ મળી શકે ખાલિસ્તાની આતંકી ની મુખ્ય ભૂમિ વાળા સીમાવર્તી ગામડાઓમાં રહેતા જુના દાણચોરોનો આઈએસઆઈ દ્રારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને એમ કરીને ભારતમાં મોટાપાયે હથિયારો ઘૂસાડવામાં આવી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application