પાકની નાપાક હરકત, અમૃતસર નજીકના ગામમાં ડ્રોનથી કરી હથિયારની તસ્કરી

  • August 09, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વતંત્રતા દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. પંજાબમાં સરહદને અડીને આવેલા ગામમાં ડ્રોનથી હથિયારો પોંહચાડવામાં આવ્યા છે. ગ્રામજનોની જાગૃતતાને કારણે એક મોટો ખતરો ટળી ગયો છે. પંજાબ પોલીસે આ હથિયારો જપ્ત કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IED, હેન્ડ ગ્રેનેડ અને કારતુસ અલગ અલગ બેગમાં મોકલવામાં આવ્યા હતા. આ તમામ હથિયારો ડ્રોનથી ભારત પોંહચાડવામાં આવ્યા હતા.

 

પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ આ ઘટના અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે' 'રવિવારે સાંજે અમૃતસરના ગ્રામીણ વિસ્તારમાંથી હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોક્સમાં IED અને કારતુસ મળી આવ્યા હતા. બાળકોના ટિફિન બોક્સમાં IED બોમ્બ લગાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ડલિકે ગામમાંથી IED બોમ્બ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. તેને ડ્રોન દ્વારા બેગમાં પેક કરી બોર્ડર પાર કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, તેમાં 5 હેન્ડ ગ્રેનેડ, 100 9 એમએમ કારતુસ અને ટિફિન બોમ્બ મળી આવ્યા છે.'

 

DGP દિનકર ગુપ્તાના જણાવ્યા અનુસાર, 'IED બોમ્બમાં 2 કિલો RDX લગાડવામાં આવ્યું હતું. બોમ્બને એવી રીતે બનાવામાં આવ્યો હતો કે બોમ્બમાં જો કઈ થાય તો તે ફાટી જાય. અને આ સાથે બોમ્બને ફોન દ્વારા પણ ઉડાવી શકાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી હતી.  3 ડિટોનેટર પણ મળી આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બનો ઉપયોગ કોઈ ખાસ મિશન માટે થવાનો હતો.' 

 

DGP દિનકર ગુપ્તાએ એમ પણ કહ્યું કે, 'મુખ્યમંત્રી અને રાજ્યપાલને સતત આપવામાં આવતી ધમકીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ રાજ્યભરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.'
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021