અમે મુકેશ અંબાણીને ધમકી આપી નથી: જૈશ ઉલ હિન્દની ચોખવટ

  • March 01, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈ પોલીસ દ્વારા આતંકી સંસ્થાનું બેનર શેર કરાયું, બેનરમાં અંબાણી સામે અમારી ફાઇટ નથી, સાંપ્રદાયિક લોકતંત્ર સામે વાંધો છે તેવું લખાણ



મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘર પાસે મળેલી કાર અને જૈશ ઉલ હિન્દ નામના આતંકવાદી ગ્રુપ દ્વારા ધમકી અપાઈ હોવાના અહેવાલો અને સમગ્ર પ્રકરણ માં તદ્દન નવો જ વળાંક આવી ગયો છે.

 


આ આતંકવાદી ગ્રુપ દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે અમે મુકેશ અંબાણીને કોઇ ધમકી આપી નથી કે એવો કોઈ પત્ર અમે તેને લખ્યો નથી. અમારી ફાઇટ મુકેશ અંબાણી સામે નથી બલ્કે સાંપ્રદાયિક લોકતંત્ર સામે છે.

 


મુંબઈ પોલીસ પાસે આતંકવાદી ગ્રુપ્નું ઉપરોક્ત લખાણ વાળું બેનર આવ્યું છે જે પોલીસે બતાવ્યું છે અને એનઆઈએ એ સહિતના અધિકારીઓ દ્વારા આ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે ત્યાં જ નવો વળાંક આવી ગયો છે હવે પ્રશ્ન એ છે કે આતંકવાદી ગ્રુપ ની ચોખવટ આવી ગઈ ત્યારે આ હરકત કોણે કરી છે તે એક મોટું રહસ્ય બની ગયું છે.
આતંકવાદી ગ્રુપ દ્વારા એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે જે ધમકી ભરેલો પત્ર વાયરલ થયો છે તે બનાવટી છે અને અમે આવો કોઈ પત્ર લખ્યો જ નથી કારણકે મુકેશ અંબાણી ની સામે અમારી લડાઈ છે જ નહીં.

 


દરમિયાનમાં ઇન્ડિયા ટુડે સમાચાર ગ્રુપ દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે આતંકવાદી ગ્રુપ દ્વારા ચોખવટ કરતા આ બેનરની એક નકલ અમારી પાસે પણ છે. આ બેનરમાં એવો ઉલ્લેખ પણ છે કે ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા મોરફીઞ કરીને ખોટું અને બનાવટી પત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને અમે તેની ટીકા કરીએ છીએ.
બેનરમાં એવો પણ ઉલ્લેખ છે કે અમે કા ફરો પાસેથી રૂપિયા લેતા નથી અને આમ પણ અમારી લડાઈ ભાજપ અને આરએસએસના ફાંસીવાદ ની સામે છે. અમે આવી કોઈ રૂપિયાની માગણી મુકેશ અંબાણી પાસે કરી નથી અને આ પ્રકરણમાં અમારે કંઈ લેવાદેવા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS