રૂપાણીએ આપ્યું પાણી: સાંજે 4 કલાકે આજીડેમમાં ઠલવાશે નર્મદા નીર

  • March 03, 2021 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એકવાર નહીં... સાત વાર આજીડેમ ભરી બતાવ્યો: નવા ચૂંટાયેલા 72 કોર્પોરેટરો નર્મદામૈયાના વધામણા કરશે: મ્યુનિ. કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા સત્તાવાર જાહેરાત

 


રાજકોટ શહેરને પાણી પુ પાડતા મુખ્ય જળસ્ત્રોત આજી-1 ડેમમાં 31 માર્ચ સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ હોય મહાપાલિકા દ્વારા ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવવા માગણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોમ ટાઉનની આ માગણીને તુરંત જ સ્વીકારીને રાજકોટ માટે જરી જળ જથ્થો રવાના કરી દીધો છે. આજે સાંજે 4 કલાકે આજીડેમ ખાતે નવનિયુકત 72 કોર્પોરેટરો નર્મદામૈયાના વધામણા કરશે.

 


વિશેષમાં મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે, આજી-1 ડેમમાંથી દરરોજ પાંચ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. હાલમાં ડેમમાં 300 એમસીએફટીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાંથી તળીયાનું 150 એમસીએફટી પાણી પીવાલાયક હોતું નથી તે ડેડ વોટર હોય છે. તા.31 માર્ચ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ હતું અને ડેમનું તળીયું દેખાય તે પહેલા જ પમ્પીંગ શ કરી દેવામાં આવતા આજે સાંજે 4 વાગ્યે આજીડેમ સંકુલ સુધી નર્મદા નીર પહોંચી જશે. મહાપાલિકા દ્વારા નર્મદા નીરના વધામણાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેટરો નર્મદા નીરના વધામણા કરશે. આ તકે મ્યુનિ. કમિશનર ઉદીત અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના આદેશથી અગાઉ 6 વખત સૌની યોજના હેઠળ નર્મદા નીરથી આજીડેમ ભરવામાં આવ્યો છે અને આજે સાતમી વખત આજીડેમ ભરાશે. રાજકોટ માટે મોસાળે જમણ અને મા પીરસનાર છે તે કહેવત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. ભરઉનાળે આજીડેમ ભરાશે જેથી રાજકોટવાસીઓએ પાણી પ્રશ્ર્નનો સામનો કરવાની નોબત નહીં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS