આમ્રપાલી બ્રિજમાં પહેલા ચોમાસે જ પાણી ટપકયા

  • July 28, 2021 05:55 PM 

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨માં રૈયા રોડ પર આવેલા આમ્રપાલી અન્ડરબ્રિજમાં પહેલા ચોમાસે જ પાણી ટપકતાં વાહનચાલકો માટે નવી મુશ્કેલી નિર્માણ થઇ છે. આર્યજનક વાત એ છે કે જે બ્રિજનું નિર્માણ થયાને હજુ બે વર્ષ પણ પૂર્ણ થયા નથી ત્યાંજ તેમાં ઉપરથી તેમજ દિવાલોમાંથી પાણી ટપકવા લાગતા શહેરીજનોમાંથી અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

 

 

 વિશેષમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં સતત બે દિવસ સુધી વરસાદ વરસતા આમ્રપાલી બ્રિજની દિવાલો તેમજ છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. કયા કારણોસર પાણી ટપકે છે તેની તપાસ કરવાની તસ્દી પણ મહાપાલિકા તંત્રએ લીધી નથી. તદઉપરાંત આ બ્રિજના મેઇનટેનન્સના નામે પણ શુન્યવકાશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચાર ઈંચ વરસાદ વરસતાની સાથે જ આ બ્રિજમાં પાણી ભરાઇ જતાં બ્રિજ પરથી વાહન વ્યવહાર બધં કરવા ફરજ પડી હતી. એવી પણ ચર્ચા ચાલી છે કે, આમ્રપાલી અન્ડરબ્રિજમાં પાણી ભરાય તો તેનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવાનું જ તંત્રવાહકો ભુલી ગયા છે! જે પરિસ્થિતિ મહિલા કોલેજ અન્ડરબ્રિજ, રેલનગર અન્ડરબ્રિજ સહિતના અન્ડરબ્રિજ પ્રોજેકટમાં નિર્માણ થઇ છે તેવી જ સ્થિતિ આમ્રપાલી અન્ડરબ્રિજમાં સર્જાતી જોવા મળી રહી છે. બ્રિજની છત અને દિવાલોમાંથી કેમ પાણી ટપકી રહ્યું છે તેની તપાસ થવી જરૂરી છે તેમ કહેવામાં અતિશયોકિત નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS