શા માટે ડાબા હાથમાં જ પહેરવામાં આવે છે ઘડિયાળ ?

  • March 14, 2020 10:35 AM 2217 views

 

સમયની સાથે ચાલવા માટે લોકો હાથમાં ઘડિયાળ પહેરતા હોય છે. મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હાથમાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરવામાં છે ? વિચાર્યું હોય તો શું તમને તેની પાછળનું સાચું કારણ જાણવા મળ્યું છે ? નહીં તો આજે જાણી લો કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરવામાં આવે છે. 


વર્ષો પહેલા ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી. પહેલાના સમયમાં લોકો ચેન સાથે બાંધેલી ઘડિયાળ ખિસ્સામાં રાખતાં. આ ચેનવાળી ઘડિયાળ ધીરે ધીરે હાથમાં પહેરવાનું ચલણ શરૂ થયું. હવે આ ઘડિયાળ ડાબા હાથમાં શા માટે પહેરવામાં આવે છે તેના વિશે જાણી લો. 

 

એક રિસર્ચનું તારણ છે કે મોટાભાગના લોકો જમણા હાથથી જ કામ કરતાં હોય છે. તેવામાં જમણા હાથને ફ્રી અને હળવો રાખવા માટે ઘડિયાળને ડાબા હાથમાં પહેરવામાં આવતી. કારણ કે જ્યારે વ્યક્તિનો જમણો હાથ કોઈ કામમાં વ્યક્ત હોય તો તે ફ્રી એટલે કે ડાબા હાથથી ઘડિયાળનો સમય જોવો સરળ રહે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application