ધોનીનો વાઇરલ વીડિયો, ચાહકોના મનને મોહી ગયો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


આ વાઈરસના કારણે આ વર્ષે ક્રિકેટ ચાહકો ઘણા નિરાશ થયા છે છેલ્લા બે મહિનાથી કોઈપણ મેચનું આયોજન કરવામાં આવ્યું નથી ચાહકો પોતાના પસંદગીના ખેલાડીઓ પર ફરીથી મેદાનમાં જોવા માંગે છે. ખાસ કરીને ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની જે ઘણા લાંબા સમયથી મેદાનથી દૂર રહ્યા છે.


 લોકડાઉનના સમયને ધોની પરિવાર સાથે રાંચી સ્થિત પોતાના ફાર્મહાઉસમાં વિતાવી રહ્યા છે. ધોની પોતે તો સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પરંતુ તેની પત્ની સાક્ષી ધોની તેના ચાહકો માટે ધોનીની તસવીર અને પોતાની પરિવારની તસવીરો શેર કરતી રહે છે તાજેતરમાં જ તેણે ધોનીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ધોની પોતાના પાલતુ કુતરા સાથે સમય વિતાવતો નજરે પડી રહ્યો છે.

 


સાક્ષી ધોનીએ વીડિયો શેર કર્યો છે તેમાં ધોની પોતાના સોફા પર પોતાના કુતરા સાથે બેઠા થયેલા નજરે પડી રહ્યા છે તેને પૂછ તારી રહ્યા છે અને તેની બાજુમાં જ બેઠેલી દિકરી જીવા પણ તેના પિતાને જોઈ રહી છે.

 


એ ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં ધોનીના જે  પણ વીડિયો વાયરલ થયા છે તેમાં મહદ અંશે તે પોતાના પાલતુ કુતરા સાથે નજરે પડ્યા છે.સાથે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ધોની તેના કૂતરા સાથે રહેવાનું ખૂબ જ પસંદ કરે છે આ કારણે જ તેઓ તેમની આસપાસ નજરે પડે છે અને દિકરી જીવા ને પણ ખુબ જ પસંદ પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS