છેતરપીંડીના ગુનામાં છ વર્ષથી ફરાર વસીમ ઝુલુસમાંથી ઝડપાયો

  • October 28, 2020 02:04 AM 245 views
  • મહુવા ખાતે તાજીયાના ઝુલુસમાંથી પોલીસે ઝડપી લીધો


છેલ્લા છ વરસથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને મહુવા ખાતેના તાજીયા જુલુસમાંથી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોર્ડએ પકડી લીધો છે.
આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-10/2014 ઇ.પી.કો. કલમ 406, 420, વિ મુજબના ગુન્હાના કામે લીસ્ટેડ નાસતો ફરતો આરોપી વસીમ ઉર્ફે વસીમ ખાલીદ ફકીર સ/ઓ મકબુલહુસેન જલાલી (ઉ.વ.35 ધંધો-વેપાર રહેવાસી-હાલ-એ-4, ફલેટ નં-204, રોઝ એપાર્ટમેન્ટ મીરા રોડ (ઇસ્ટ) મુંબઇ મુળ-મકબુલ મંજીલ ભાદ્રોડ ગેઇટ પાસે મહુવા જી.ભાવનગર) મહુવા ખાતે હોવાની માહિતી મળી હતી. પોલીસે વોરાવાડ શેરીમાં તાજીયાના ઝુલુસ માંથી તેને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા વિગેરે જોડાયા હતા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application