7મી વાર પૂર્વ સાંસદ જયા પ્રદા સામે વોરંટ જારી, મહિનાઓથી અભિનેત્રીને શોધી રહી છે પોલીસ

  • February 13, 2024 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘણા મહિનાઓથી પોલીસ શોધમાં વ્યસ્ત ; કોર્ટના આદેશ બાદ પણ હજાર નથી થયા જયાપ્રદા


રામપુર પોલીસ લાંબા સમયથી બોલિવૂડ ફિલ્મ સ્ટાર અને પૂર્વ સાંસદ જયાપ્રદાને શોધી રહી છે. રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. જયારે આજે ૭મી વખત પોલીસે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. રાજ્ય ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ પોલીસ તેણીને શોધી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસને સફળતા મળી નથી.

અભિનેત્રી જયાપ્રદા વિરુદ્ધ રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં બે કેસ ચાલી રહ્યા છે. આ પૈકી એક કેસ કેમરીમાં અને બીજો કેસ સ્વાર પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યો છે. બંને કેસ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં આચારસંહિતા ભંગ સાથે સંબંધિત છે. આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, કારણ કે જયાપ્રદા કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. હવે તેની સામે ૭મી વખત એનબીડબ્લ્યુ (બિનજામીનપાત્ર) વોરંટ જારી કરવામાં આવ્યું છે. આમ છતાં તે કોર્ટમાં હાજર થઈ રહી નથી.
​​​​​​​

રામપુર કોર્ટે એસપીને કડક આદેશ આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જયાપ્રદાને શોધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસ અભિનેત્રીનું લોકેશન જાણી શકી નથી. આવી સ્થિતિમાં કોર્ટે ફરી એકવાર એનબીડબ્લ્યુ જારી કર્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી ૨૭મી ફેબ્રુઆરીએ થશે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જયા પ્રદા પર આરોપો લાગ્યા હતા. જયાપ્રદા રામપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. આ સમય દરમિયાન તેની સામે સ્વાર પોલીસ સ્ટેશનમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપ છે કે આચારસંહિતા લાગુ હોવા છતાં નૂરપુર ગામમાં રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય બીજો કેસ કેમારી પોલીસ સ્ટેશનનો છે. આરોપ છે કે પીપલિયા મિશ્રા ગામમાં આયોજિત જાહેર સભામાં જયાપ્રદાએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં બંને કેસની સુનાવણી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News