ભર ઉનાળે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

  • March 11, 2021 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહાર,મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ કાશ્મીર,પંજાબમાં વરસાદની આગાહી


હિમાલયન રીજીયનમાં ઉપરાઉપરી ત્રણ દિવસ સુધી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે દેશના પૂર્વનાં અને પૂર્વોત્તર રાજ્યોમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે અને હવે વરસાદનું જોર દેશના અન્ય રાજ્યોમાં વિસ્તરશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે વેસ્ટ મધ્ય પ્રદેશ છતીસગઢ, વિદર્ભ અને બિહારમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની અને અમુક સ્થળે ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત હરિયાણા ચંડીગઢ અને દિલ્હીમાં પણ આજે વરસાદ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે પંજાબમાં આવતીકાલે વરસાદ ખાબકશે તેમ હવામાન ખાતું જણાવે છે.

 


જમ્મુ કાશ્મીર લદાખ ગીલગીટ મુજફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે અને તે હજુ બે દિવસ ચાલુ રહેશે તેમ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે.

 


પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસી રહેલો વરસાદ હવે દેશના અન્ય રાજ્યોમાં આગળ વધ્યો છે અને તેના કારણે ઉનાળાની ગરમીમાં થોડી રાહત આવા રાજ્યો અનુભવી રહ્યા છે જોકે બે દિવસ પછી વરસાદનો માહોલ પૂરો થયા બાદ ફરી ગરમીનું જોર વધશે તેમ જણાઈ રહ્યું છે.


ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ ધુમ્મસ
રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા કેશોદમાં 96 પોરબંદર અને વેરાવળમાં 91 ભુજમાં 89 દીવમાં 93 ટકા ભેજ નોંધાયો છે. સવારે ભેજવાળું વાતાવરણ રહ્યા બાદ આખો દિવસ ગરમીનું જોર પણ યથાવત રહ્યું છે રાજકોટમાં મહત્તમ તાપમાન 37.4 કેશોદમાં 37 ભાવનગરમાં 36.2 સુરેન્દ્રનગરમાં 37.7 અમરેલીમાં 37.8 ગાંધીનગરમાં 37 વડોદરા ડીસા અને અમદાવાદમાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS