રાજુલાના વડ ગામે પોલીસ ઉપર છરીથી હુમલો કરીને વોન્ટેડ આરોપી શિવાને ભગાડી જવાયો

  • June 19, 2021 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા પોલીસ ખાંભાના વડ ગામે આરોપીની ધરપકડ કરવા જતાં આરોપી સહિત ૮ શખસો દ્વારા છરી વડે હુમલો કરી આરોપીઓ ભાગી છુટવામાં સફળ રહ્યા છે.આરોપી શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઈ ઘીયાડા રહે.રાજુલા ભરતનગર મુળ રહે. વડ ગામ ગુ.ર.નં.૧૧૧૯૩૦ ૨૬૨૧૦૨૯૦/૨૧ ૧ પીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસિટી એકટની કલમ ૩ (૨) (૫) (એ.૩ (૧) (આર) (એસ) તથા ખાંભા પોલીસ સ્ટેશન ભાગ એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૮૨૧૦૨૯૧/૨૧ આઈપીસી કલમ ૩૦૭, ૧૮૬, ૫૦૪, ૫૦૬(૨) તથા એમ૪ એકટ કલમ ૧૮૪ મુજબના ગુનામાં નાસતો ફરતો હોય અને વડ ગામે હોવાની હકિકત હોવાથી પોલીસ સ્ટાફ તેને પકડવા જતા જપાજપી કરી જમણા હાથે સ્ટાફના વિજયભઈને છાતીની ડાબી બાજુ ડાબા હાથે પોચાના ભાગે બચકુ ભરી ભાગી જવા કોશિશ કરી પોલીસે પકડીરાખતા શિવાએ ઉશ્કેરાઈ કેડમાંથી છરી કાઢી હુમલો કરેલ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહે આડો હૈથ રાખતા ડાબા હાથે હથળેમાં ઈઝા પહોંચાડે તેમની સાતેના વિશ્ર્વરાજ મંગળુભાઈ બોરીચા બન્ને રાડો પાડી ઉશ્કેરણી કરતા ગામના આરોપી જેમાં દિલીપભાઈ બાબુભાઈ ધાખડા અજય ભીખુભાઈ ધાખડા, જોરૂભાઈ ભીમભાઈ ધાખડા, નાગરાજ મનુભાઈ ધાખડા રહે.બધા જ વડ ગેરકાયદેસર મંડળી રચી આરોપી શિવરાજને ભગાડવા મદદગારી કરી ગુનાહિત કાવત્રુ રચી સાહેદો ઉપર છુટા પથ્થરોના ઘા કરી ઝપાઝપી કરી તેઓનો સમાન ઈરાદો પાર પાડવા ફરજમાં રૂકાવટ કરી આરોપી શિવરાજ ઉપરોકત ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનામાં પકડાય નહીં તેવા ઈરાદે ભાગી ગયેલ ઉપરોકત સાતેય આરોપી નાસી છૂટયા છે. સમગ્ર બનાવ રાજુલા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application