રેસકોર્સ પર માસ્ક વગર વોકિંગમાં નીકળનારા ઝપટે ચડ્યા

  • April 23, 2021 04:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિંગરોડ પર સવારના 6 થી 8 પોલીસની માસ્ક અંગે ખાસ ડ્રાઈવ: 15ને દંડ, વોકિંગમાં આવનારને માસ્ક પહેરવા લાઉડ સ્પીકરથી સૂચના અપાઈ:રનીગમાં માસ્ક ન ફાવે તેને ફેસ શિલ્ડ પહેરવા તાકીદ

 


શહેરમાં કોરોના વધતા કેસને ધ્યાને લઇ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે. ત્યારે શહેર પોલીસ દ્વારા આજરોજ વહેલી સવારના રેસકોર્ષ રીંગ રોડ પર ખાસ માસ્ક અંગેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં માસ્ક પહેયર્િ વગર વોકિંગમાં નીકળેલા 15 સામે પોલીસે કેસ કરી દંડ વસૂલ્યો હતો. તેમજ સવારે વોકિંગ અને રનીંગમાં નિકળનારાઓને ખાસ માસ્ક પહેરવા તેમજ રનીંગ સમયે માસ્ક ન ફાવે તો ફેસ શિલ્ડ પહેરવા પોલીસે તાકીદ કરી છે.

 


શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ રેસકોર્સ રિંગરોડ પર સવારે ચાલવા કે રનીંગ કરવા માટે આવતા શહેરીજનોને માસ્ક પહેરવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન આજરોજ સવારના 6 થી 8 માં પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ એલ.એલ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.સી રાણા તથા સ્ટાફે મળી માસ્ક અંગેની ખાસ ડ્રાઈવ યોજી હતી.

 


આ ડ્રાઈવ દરમિયાન વોકિંગ અને રનિંગમાં આવનારાઓને ખાસ માસ્ક પહેરવું તેમજ રનીંગ સમયે માસ્ક ન ફાવે તો ફેશ શિલ્ડ પહેરવું તેવી સૂચના લાઉડ સ્પીકરના માધ્યમથી આપવામાં આવી હતી. પોલીસની બે કલાક ચાલેલી આ ડ્રાઈવ દરમિયાન રેસકોર્સ રીંગ રોડ પર માસ્ક પહેયર્િ વગર વોકિંગ અને રનિંગમાં નીકળેલા 15 સામે પોલીસે માસ્ક અંગેના કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસે એવી સ્પષ્ટ પણે તાકીદ કરી છે કે, સવારના અહીં વોકિંગ કે રનિંગ માટે આવનારાઓએ માસ્ક અથવા ફેશ શિલ્ડ પહેરવું ફરજિયાત છે. અન્યથા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

 

 

રાત્રી કરફ્યુભંગના 99 સહિત જાહેરનામા ભંગના વધુ 131 કેસ
શહેર પોલીસ દ્વારા રાત્રિ કરફ્યુ અને જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.છતાં લોકો સુધરવાનું નામ લેતા ન હોઈ પોલીસ દ્વારા ગુનો નોંધી કેસ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે શહેર પોલીસે બુધવાર રાત્રીના ચેકીંગ દરમિયાન જરૂરી કામ ન હોવા છતાં લટાર મારવા નીકળેલા 99 શખસો સામે રાત્રી કરફ્યુના જાહેરનામાંભંગ અંગેના કેસ કયર્િ હતા.આ ઉપરાંત પોલીસે દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તેવા 12 કેસ,રિક્ષામાં વધુ સવારીમાં મુસાફરી કરવા અંગેના 12 કેસ તેમજ માસ્ક વગર બહાર નીકળવા અંગેના 8 કેસ કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS