ભાવનગરના સ્મશાન ગૃહોમાં વેઈટીંગ

  • April 13, 2021 11:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે કો-મોરબીડ મૃત્યુનો આંક 60ને વટાવી જાય તેવી શક્યતા


કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર થતી જાય છે. પોઝિટીવ કેસના આંકડાઓ વધી રહ્યા છે સાથે કોવિડ સંક્રમિત દર્દીઓના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. વર્ષ પ્રતિપદા એટલે કે હિંદુ નવ વર્ષનો આજનો દિવસ કોરોના મહામારી કાળનો સૌથી કપરો અને ચિંતાજનક રહ્યો છે. આજે મંગળવારે જાણે કે અમંગળ સાથે દિવસ ઉગ્યો હોય તેમ સવારથી જ શહેરના ચારે’ય સ્મશાન ગૃહોમાં અંતિમ વિધિ માટે મૃતદેહોનું વેઈટીંગ લીસ્ટ રહ્યુ હતું. વ્હેલી સવારથી જ હોસ્પિટલમાંથી કોરોના ગાઈડ લાઈન પ્રમાણે શબવાહિનીઓમાં મૃતદેહો આવવા લાગ્યા હતા અને સ્વયંસેવકો આ હતભાગીઓને અંતિમ સંસ્કાર માટે સતત દોડતા રહ્યા હતા. આ સ્થિતિ સાથે બપોરે 11:30 સુધીમાં ચાર સ્મશાનોમાં કોરોના ગાઈડ લાઈન મુજબ 27 મૃતદેહોને અંતિમ વિધિ કરાય છે અને હજુ એક પછી એક શબવાહિનીઓ આવી રહી છે. આજ રીતે શહેરના બે કબ્રસ્તાનોમાં સાતની દફનવિધિ થઈ છે. આજ સાંજ સુધીમાં કુલ મૃત્યુ આંક (કો-મોરબીડ) 60થી ઉપર જવાની શક્યતા નકારી શકાય નહીં.  આજનો દિવસ જાણે કે કાળનો દિવસ રહ્યો હોય તેમ સ્મશાન ગૃહો અને કબ્રસ્તાનોમાં મૃતદેહોની કતારો લાગી છે. ગોરડ સ્મશાનમાં સવારથી જ કોરોના ગાઈડ લાઈન સાથે શબવાહિનીઓમાં મૃતદેહો આવવા લાગ્યા હતા અને 11 વાગ્યા સુધીમાં નવ મૃતદેહોને અંતિમ સંસ્કાર થયા છે. આ પછી પણ સતત મૃતદેહો આવી રહ્યા હોય વધુ શબવાહિનીઓને સુભાષનગર સ્મશાન તરફ રવાના કરવામાં આવી હતી. આ જ રીતે કુંભારવાડા સ્મશાનમાં પણ શબવાહિનીઓના સતત આંટાફેરા શ છે અને સ્વયંસેવકો મૃતદેહોને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. ચિત્રા સ્મશાનમાં પણ ચાર મૃતદેહોના અંતિમ સંસ્કાર 11 વાગ્યા સુધીમાં થયા છે અને હજુ સતત શબવાહિનીઓ આવી રહી છે. ચાર સ્મશાનોમાં સવારે 11:30 સુધીમાં 27 મૃતદેહોને અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે. શહેરનાં બે કબ્રસ્તાનોમાં પણ ગઈકાલે 12 જેટલા મૃતકોની દફનવિધિ થઈ હતી. આજે સવારથી ઈન્તેકાલ પામનાર સાતની દફનવિધિ કરાયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ સ્થિતિ ખૂબજ ગંભીર અને ચિંતાજનક છે. ખાસ કરીને

 

ગારિયાધારના એક પરિવારના તમામ કોરોનાગ્રસ્ત બે ના મોત, બે ગંભીર
કોરોના મહામારીનું વરવુ અને ગંભીર સ્વપ સામે આવી રહ્યુ છે. કેટલીક ઘટનાઓ કાળજા કંપાવી જાય તેવી સામે આવી રહી છે. ગારિયાધારના એક પાંચ વ્યક્તિઓનાં પરિવારમાં તમામને કોરોના થતા હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા.  આ પૈકિ બે ના મોત  થતા તેમના અંતિમ સંસ્કાર પરિવારના સભ્યોની હાજરી વગર થયા. અન્ય ત્રણ સભ્યો પૈકિ બે ની સ્થિતિ પણ હાલ ગંભીર છે. આ જોતા કોરોના આ આખા પરિવારની શું હાલત કરશે? તે કહેવું મુશ્કેલ છે.

 


સિંધુનગર સ્મશાનમાં પણ અંતિમ વિધિ કરવી સમયની માંગ
શહેરના સિંધુનગર સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠી અને લાકડાથી અંતિમ સંસ્કારની સુવિધા છે. સામાન્ય સંજોગોમાં આ સ્મશાન ગૃહનો સતત ઉપયોગ થતો હોય છે પરંતુ આજુબાજુના લોકોના વિરોધને કારણે હાલ કો-મોરબીડ મૃતદેહોના અંતિમ સંસ્કાર અહીં થતા નથી. અન્ય સ્મશાન ગૃહોમાં હાલ અંતિમ ક્રિયા માટે વેઈટીંગ ચાલી રહ્યુ છે આ સંજોગોમાં અહીં-સિંધુનગર સ્મશાનમાં પણ અંતિમ વિધિ શ કરવામાં આવે તે જરી બન્યુ છે. આ માટે ટ્રસ્ટીઓ અને તંત્રએ પણ નિર્ણય લેવો જનહિતમાં રહેશે તેમ લોકો કહી રહ્યા છે.

 

 

સ્મશાન ગૃહોમાં લાકડા ખુટી પડ્યા


અંતિમ ધામોમાં અંતિમ ક્રિયાનો સતત પ્રવાહ ચાલુ છે. છેલ્લા અઠવાડિયાથી સ્મશાનોમાં જાણે કે ચિતાઓનો કાયમી ધૂણો સળગતો થયો હોય તેમ જણાય છે. આ પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ પણ ખુટી પડ્યા છે. પ્રસ્તુત તસ્વીર આજે સવારે શહેરના એક સ્મશાનના કાષ્ટ ગૃહ (લાકડાના ઓરડા)ની છે. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે તેમ એક લાકડુ પણ મૃતદેહને અંતિમ સંસ્કાર દેવા માટે નથી. ગઈકાલે પણ આવી સ્થિતિ સર્જાઈ હતી અને દાતાઓને જાણ થતા તેઓએ વ્યવસ્થા કરી આપી હતી. જો આજ પરિસ્થિતિ રહી તો લાકડાઓનો જથ્થો પણ સતત પૂરો પાડવો જરી બનશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS