ગુજરાતમાં રસી મફત આપવા અંગે કેન્દ્રના આદેશની જોવાતી રાહ

  • April 24, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરનાને કોરોનાની વેકસીન મફતમાં મળશે કે કેમ? સરકાર અનિર્ણિત: ૧૮ થી ૪૫ વર્ષની વચ્ચેના લોકોની સંખ્યા ૩.૧૦ કરોડ છે અને સરકારને ૨૪૮૦ કરોડનો ખર્ચ થાય તેમ છે

 આગામી ૧, મે, ૨૦૨૧થી ભારતમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે કોરોના વેકિસનેશન અભિયાન શ થઈ રહ્યું છે. ગુજરાતમાં આ વયજુથમાં આવતા નાગરિકોને મફતમાં વેકિસન આપવી કે પછી હાલમાં ૪૫ વર્ષથી ઉપરના વયજુથમાં ચાલે છે તેમ સરકારી સેન્ટરમાં ફ્રી અને પ્રાઈવેટ સેન્ટરમાં ચાર્જેબલ, એ સિધ્ધાંતને આગળ વધારવો કે કેમ ? તે મુદ્દે ગુજરાત સરકાર અવઢવમાં મુકાઈ છે. આથી છેલ્લા ૭૨ કલાકથી આ નિર્ણયમાં વિલબં થઈ રહ્યો છેે.

 

 


પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં ૧૮થી ૪૫ વર્ષના વયજુથમાં આવતા હોય તેવા નાગરિકોની સંખ્યા ૩.૧૦ કરોડથી વધુ થવા જાય છે. અત્યારે ૪૫ વર્ષથી વધુના વયજુથમાં સરકારી હોસ્પિટલ અને સેન્ટરોમાં અપાતી કોવિશિલ્ડ વેકિસન ૧૮થી ૪૫ના વયજુથ માટે ઉપલબ્ધ થાય તો .૨,૪૮૦ કરોડથી વધારે ખર્ચ થાય તેમ છે. કોવિશિલ્ડ એ સૌૈથી સસ્તી વેકિસન છે. બે દિવસ પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે જાહેર કરેલા વેચાણ ભાવ મુજબ કોવિશિલ્ડનો એક ડોઝ .૪૦૦માં રાય સરકારને પડશે. એક વ્યકિતને બે ડોઝની ગણતરી મુજબ .૮૦૦થી વધુનો ખર્ચ થઈ શકે તેમ છે.
 

 


આરોગ્ય વિભાગના સૂત્રોના કહ્યાં મુજબ વેકિસનની વહેંચણી માટે પણ આગામી સમયમાં ભારત સરકાર રાયો માટે કવોટા ફિકસ કરે તેની રાહ જોવાય છે. જેમાં ગુજરાતના હિસ્સે સસ્તી વેકિસન કેટલી આવે છે તેના આધારે તમામને ફ્રી એટલે કે મફત કે સરકારી કેન્દ્રોમાં મફત અને પ્રાઈવેટમાં ચાર્જેબલ એ સિધ્ધાંતને યથાવત રાખવા નિર્ણય લેવાય તેવી શકયતા છે. દેશમાં ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ અને કોંગ્રેસ શાસિત પંજાબની સરકારે પોતાને ત્યાં ૧૮ વર્ષથી ઉપરના નાગરિકોને ફ્રી વેકિસન આપવાની જાહેરાત કરી છે.

 

 


ગુજરાતમાં સરકારે કોઈ નિર્ણય કર્યેા નથી. આ વિષયે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે ભારત સરકાર જે નિર્ણય કરશે તે પ્રમાણે આગળ વધીશું એમ કહ્યું હતું. અમદાવાદ આવેલા ગૃહમંત્રી અમિત શાહે વેકિસનેશન મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ટૂંક સમયમાં નિર્ણય કરશે તેમ કહ્યું હતું.

 


કોરોના વાઈરસ સામે ઈમ્યુનિટી ડેવલપ કરીને શરીરને સલામત રાખવા ગુજરાતમાં ૪૫થી વધુ વયજુથમાં ૧ કરોડ, ૧૦ લાખ, ૧ હજાર, ૬૩૧ નાગરિકોએ વેકિસન લીધી છે. શુક્રવારે વધુ ૧,૪૨,૫૫૮ વ્યકિતએ રસી મુકાવી હતી. અત્યાર સુધીમાં ૯૨,૧૫,૩૧૦એ પ્રથમ ડોઝ અને ૧૭,૮૬,૩૨એ બીજો ડોઝ મુકાવ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS