ગૌરીદડમાં વાડીએ પિતા-પુત્ર પર સગા કાકા સહિત બેનો લાકડી વડે હુમલો

  • April 17, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેતરમાં પાક પર દવા છાંટવાનો ઇનકાર કરતા ઉશ્કેરાઈ લાકડી વડે તૂટી પડ્યા: યુવાનની આંગળી ભાંગી નાખી: અગાઉ મનહરપુરમાં મકાનમાં તોડફોડ કરી હતી

 


રાજકોટમાં મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામની સીમમાં ખેતીએ પિતા-પુત્ર પર સગા કાકા સહિતનાએ લાકડી વડે હુમલો કર્યો હતો.જેમાં યુવાનની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.જ્યારે તેના પિતાને કાન પર ઇજા પહોંચી હતી.ખેતરે પાકમાં દવા છાંટવાનો ઇનકાર કરતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

 


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મનહરપુરમાં ઠાકર મંદિરવાળી શેરીમાં રહેતા દિપક વિનુભાઈ અગેસાણીયા દ્વારા કુવાડવા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા પોતાના સગા કાકા જયંતિ લાખાભાઈ અગેસાણીયા અને વિપુલ ભીખાભાઇ રબારીના નામ આપ્યા છે.

 


ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગૌરીદડ ગામની સીમમાં તેમની સંયુકત માલિકીની ખેતીની જમીન આવેલી છે.ફરિયાદી તથા તેના પિતા વિનુભાઈ ખેતરે હતા.દરમિયાન આરોપી બાઈકમાં આવ્યા હતા. અને બંનેને કહ્યું હતું કે, મકાઈના પાકમાં દવા છાંટી દો જેથી ફરિયાદીના પિતાએ ઇનકાર કરતા બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. ફરિયાદીને લાકડીના આડેધડ ઘા ઝીંકી દેતા તેને હાથના આંગળીમાં ફેક્ચર ઈજા પહોંચી હતી.

 


જ્યારે તેના પિતાને કાનના ભાગે ઈજા પહોંચી હતી બનાવ અંગે દીવાની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 323 324 325 504 114 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લઇ લીધા હતા. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ એન.બી. ડાંગર ચલાવી રહ્યા છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે ગવરીદડ ગામ માં આવેલી સંયુક્ત માલિકીની આ જમીન મામલે ના વિવાદ સુરત અગાઉ પણ આરોપી જયંતિ અગ્રણીઓએ ફરિયાદી તથા તેના પરિવાર પર મનરપુર ગામમાં એના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS