સલાયા નગર પાલિકા વોર્ડ નંબર ૩ની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ
૫૭.૩૧ ટકા મતદાન થયું: પુષો કરતા સ્ત્રીઓનું મતદાન વધુ
સલાયા નગરપાલિકામાં વોર્ડ નં ૩ માં એક બેઠકની યોજાયેલ પેટા ચૂંટણીમાં ટોટલ ૩ બુથમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું હતું.જેમાં યુવાનો,વડીલો તેમજ દિવ્યાંગોએ પણ મતદાન કર્યું હતું.આ બેઠક માટે કુલ ૫૭:૩૧ ટકા જેટલું મતદાન થયેલ હતું. કુલ ૧૭૨૮ લોકોએ મતદાન કર્યું હતું.
જેમાં ૭૨૩ પુરૂષ તથા ૧૦૦૫ સ્ત્રીઓએ મતદાન કરેલ હતું.આ બેઠક માટે કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને પાર્ટીના ઉમેદવાર ઊભા હતા.હવે આ ત્રણેય ઉમેદવારનું ભવિષ્ય માં કેદ થયું છે.આ મતદાનમાં ચૂંટણી વિભાગ અને સલાયા મરીન પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાયેલી હતી.સ્થાનિક સોશિયલ મીડિયા ગ્રુપ આઈ લવ સલાયા ગ્રુપ દ્વારા મતદાન મથક અને આજુબાજુમાં ગરમીથી રાહત રહે એવા શુભ હેતુથી મતદારો અને લોકોને ઠંડા સરબતનું વિતરણ કર્યું હતું.એકંદરે આ પેટાચૂંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન થયું હતું.