BREAKING NEWS

જામનગર રિટેલ વેપારી મહામંડળ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

  • April 24, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રિટેલ વેપારી મહામંડળ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન 


અત્યારે ઉનાળાની ઋતુના ધોમધખતા તાપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે, એકતરફ મોટાભાગના લોકો ઘરમાં બારેમાસના ઘઉં તથા મસાલા ભરવાના કામમાં વ્યસ્ત છે અને બીજી તરફ ચુંટણીમાં ઉભેલા ઉમેદવારો મતદારોને મતદાન કરાવવા માટે રાત-દિવસ દોડાદોડી કરી રહ્યા છે.


ચુંટણીનો માહોલ હજુ જોઈએ તેવો જામતો નથી! આવી સ્થિતિમાં જામનગરની તમામ જ્ઞાતિ( લોહાણા, વાણિયા, બ્રાહ્મણ,ભોય,ખવાસ, મુસ્લિમ, વ્હોરા, ખોજા, સતવારા, ભાનુશાળી, વગેરે) ના વેપારીઓની સંસ્થા રિટેલ વેપારી મહામંડળ -જામનગર દ્વારા દરેક પુખ્ત વયના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનના દિવસે મતદાન કરવા માટે જાગૃત કરવાના ઉદ્દેશથી સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ મશરૂ, સદસ્યો રાજેશભાઈ દતાણી, પિયુષભાઈ રવાણી, હિતેશભાઈ રાયચુરા, પરેશભાઈ, ઈમરાન, ફિરોઝ, વગેરે દ્વારા હું મતદાન અવશ્ય કરીશ ના લખાણ વાળા સ્ટીકરો વેપારીઓની દુકાનો તથા રેંકડીઓ, રિક્ષાઓમાં ચોંટાડવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application