ઉનામાં પાલીકાની ૧૬ બેઠકની ચૂંટણીમાં ભાજપના ૧૬, કોંગ્રેસના ૧૨ અને અપક્ષ-૩ ઉમેદવારોને ઉનાના ૨૫૦૫૬ મતદારો મતદાન કરશે. ભાજપ કોંગ્રેસ પક્ષ વચ્ચે સીધી ટકકર થશે.
ઉના નગરપાલિકામાં ૯ વોર્ડની ૩૬ બેઠક માટે ચૂંટણી જાહેર થયેલ છે. જેનાં ફોર્મ પાછા ખેંચવાના દિવસે ભાજપને વોર્ડ નં.૧માં ૪ બેઠક, વોર્ડ નં.૩માં બે બેઠક, વોર્ડ નં.૫માં ૪ બેઠક વોર્ડ નં.૮માં ૪ બેઠક વોર્ડ નંબર ૯માં ૪ બેઠક મળી કુલ ૨૦ બેઠક બિનહરીફ વિજેતા થયા હતાં. નગરપાલિકામાં બહુમતિ મેળવી લીધી છે.
જયારે બાકી રહેતા વોર્ડ નં.૨માં ભાજપના ૪, કોંગ્રેસના ૪, અપક્ષ ૩ મળી કુલ ૧૧ ઉમેદવારો છે. વોર્ડ નં.૩માં બેઠક માટે ભાજપ-૨, કોંગ્રેસ-૧ મળી ૩ ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ નં.૪માં ભાજપ-૪, કોંગ્રેસ ૪ મળી ૮ ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ નં.૬માં ૨ બેઠક માટે ભાજપ-૨, કોંગ્રેસ-૨ કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ નં.૭માં ૪ બેઠક માટે ભાજપ-૪, કોંગ્રેસ-૧ બેઠક ઉપર લડી રહી છે. આમ ૧૬ બેઠક માટે ૧૬, ભાજપ-કોંગ્રેસ-૧૨, અપક્ષ-૩ મળી કુલ ૩૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
જેનું મતદાન તા.૨૮ને રવિવારે ૨૪ બુથ ઉપર ૧૨૬૭૨ પુષો અને ૧૨૩૮૪ સ્ત્રી મતદારો મળી કુલ ૨૫૦૫૬ મતદારો સવારે ૭થી સાંજે ૬ સુધીમાં મતદાનનો ઉપયોગ કરશે. મત ગણતરી તા.૨-૩ને મંગળવારે સવારે ૯ કલાકે વરસીંગપુર રોડ ઉપર બ્લડ બેન્ક પાસે આવેલ નગરપાલીકાના યોગા સેન્ટર ખાતે યોજાશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉનાનાં પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી જે.એમ. રાવલના અધ્યક્ષસ્થાને યોજાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AMભચાઉ : છાડવારમાં રિક્ષા પર ઝાડ પડતાં એક બાળક અને એક મહિલાનું મોત
April 21, 2021 10:49 AMઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ
April 21, 2021 10:43 AMઆર્મી હોસ્પિટલોમા કોરોનાના દર્દીઓની સારવાર માટે આજે બેઠક
April 21, 2021 10:36 AM