૭૮- જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના મતદારો આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ લિંકઅપ કરાવી શકશે

  • January 22, 2023 12:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય નિર્વાચીન અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના મુજબ મતદારયાદીના પ્રમાણીકરણ હેતુ મુજબ દરેક મતદારના ચૂંટણીકાર્ડને તેના આધાર નંબર સાથે લિંકઅપ કરાવવા જરૂરી હોવાથી, જેને ધ્યાનમાં લઇને ૭૮- જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના તમામ બુથ લેવલ ઓફિસર દ્વારા મતદારોના ઘરે- ઘરે જઈને સંબંધિત મતદારની સહમતી મેળવી તેમના આધાર નંબર ચુંટણી કાર્ડ સાથે લિંકઅપ કરવા માટે લિંકઅપ પ્રક્રિયા ચાલુ છે.




જે-તે સંબંધિત મતદાર જો તેમનું આધાર કાર્ડ તેમના ચુંટણી કાર્ડ સાથે જાતે જ જો લિંકઅપ કરવા માંગતા હોય, તો તેમના સ્માર્ટફોન મારફત વોટર હેલ્પલાઇન એપ્લિકેશનની મદદથી કરી શકે છે. આવતીકાલે તા. ૨૨/૦૧/૨૦૨૩ના ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના તમામ બી.એલ.ઓ.  દ્વારા સંબંધિત મતદારોની મુલાકાત લઈ તેમના આધારકાર્ડ તેમના ચૂંટણીકાર્ડ સાથે લિંકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

જેથી ૭૮ -જામનગર ઉત્તરના મતદારોને તેમના આધાર નંબર ચૂંટણીકાર્ડ નંબર સાથે લિંકઅપ કરવા માટે બી.એલ.ઓ.ને જરૂરી સાથ-સહકાર આપવા માટે મતદાર નોંધણી અધિકારી, ૭૮- જામનગર ઉત્તર વિ.સ.મ.વિ. અને પ્રાંત અધિકારી, જામનગર (શહેર) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે..





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application