રાજકોટમાં મતગણતરી શરુ, મતગણતરી કેન્દ્રોએ કાર્યકરો અને ઉમેદવારોનો જમાવડો

  • February 22, 2021 10:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે 9 કલાકથી મનપાની ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી શરુ થનાર છે. તેની તૈયારીઓ પણ શરુ થઈ ચુકી છે. શહેરમાં માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ, એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટિટયુટ, પી.ડી. માલવિયા કોલેજ અને આનંદનગર મેઈન રોડ પર વાણિયાવાડી નજીક આવેલ રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સવારે 9 કલાકે મતગણતરી કેન્દ્રોએ ભાજપના ઉમેદવારો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.



નિયત સમયે શહેરમાં સ્ટ્રોંગ રુમ ખોલી અને ઈવીએમના મતોની ગણતરી શરુ કરવામાં આવી હતી.



જો કે સવારના સમયે કશ્યપ શુક્લ મત ગણતરી કેન્દ્રમાં કમળના ચિન્હ સાથેનું માસ્ક પહેરી પ્રવેશતા તંત્રવાહકો સાથે બોલાચાલી થઈ હતી.



જ્યારે રાજકોટના ચૌધરી હાઇસ્કૂલ ખાતેના મતગણતરી કેન્દ્રએ મિડીયા માટે નો એન્ટ્રી જાહેર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા કોલેજ ખાતે પણ મીડિયાને અંદર પ્રવેશની મનાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS