વોડાફોન આઇડિયાએ ફિચરફોન ગ્રાહકો માટે પ્રિપેઇડ વેલિડિટી ૧૭ એપ્રિલ સુધી લંબાવી

  • April 01, 2020 10:57 AM 466 views

વોડાફોન આઈડિયાએ ફિચરફોનનો ઉપયોગ કરતાં ઓછી આવકવાળા ગ્રાહકો માટે પ્રિપેઈડ પ્લાનની વેલિડિટી ૧૭ એપ્રિલ સુધી લંબાવવાની અને તેમના પ્લાનમાં રૂા.૧૦નો ટોકટાઈમ ક્રેડિટ કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. કોરોના વાયરસ પ્રકોપને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં આ ગ્રાહકો ફોન દ્રારા કનેકટેડ રહે તે માટે કંપનીએ આ પગલું ભર્યું છે. સોમવારે ભારતી એરટેલે ૮ કરોડથી પણ વધારે પ્રિ–પેઈડ કનેકશનના વેલિડિટી પિરિયડને ૧૭ એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી તેમજ તેમના એકાઉન્ટસમાં રૂા.૧૦નો ટોકટાઈમ ક્રેડિટ કર્યેા હતો. બીએસએનએલ અને એમટીએનએલએ પણ તેમની પ્રિપેઈડ મોબાઈલ સર્વિસીસનો વેલિડિટી પિરિયડ ૨૦ એપ્રિલ સુધી લંબાવવાની અને ઝીરો બેલેન્સ થયા પછી રૂા.૧૦નો વધારાનો ટોકટાઈમ આપવાની ઓફર કરી હતી. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ગરીબ ગ્રાહકો માટે કંપનીઓએ આ ઓફર કરી હતી. વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે, પ્લાનનો વેલિડિટી પિરિયડ વધવાને કારણે લાખો ફિચરફોન ગ્રાહકોને તેમના પરિવાર સાથે કનેકટેડ રહેવાની તક મળશે. જો તેમના પ્લાનની વેલિડિટી વહેલી પુરી થઈ જશે તો પણ ઈનકમિંગ કોલ મળવાનું ચાલુ રહેશે. વોડા, આઈડિયાનો શેર બીએસઈ પર મંગળવારે ૧.૫ ટકા ઘટીને રૂા.૩.૧૧એ બધં રહ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application