ત્વચાની સુંદરતા માટે જરૂરી છે કે વિટામિન-સી યુક્ત આહારનું કરવામા આવે સેવન  

  • March 05, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
દરેક ઋતુમાં અને ખાસ કરીને ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ તત્ત્વોની જરૂર પડે છે. તેમાં પણ ત્વચાની સુંદરતા માટે પણ વિટામિન્સ અને ખનીજ તત્ત્વોની જરૂર પડે છે. શરીરની સુંદરતા તથા ત્વચાને સ્વાસ્થ્ય રાખવા માટે વિટામિન્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિટામિન્સ ત્વચાને સરળ, તેજસ્વી આંખો, સુંદર વાળ રાખવામાં મદદ કરે છે. શરીરમાં જે રીતે વિટામિન્સ શરીરને સ્વાસ્થ્ય રાખે છે, તે જ રીતે શરીરને પણ સુંદર અને આકર્ષક બનાવે છે.

 

 

ચહેરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ વિવિધ ફળના ફેસિયલ અને ક્લિનઅપ કરાવે છે, પરંતુ આમ કરવાથી ત્વચા બહારથી સુંદર બને છે, જ્યારે વિટામિન્સને ખોરાક સાથે લેવાથી ત્વચા અંદરથી સુંદર બને છે. હકીકતમાં વિટામિન-સી શરીરને તંદુરસ્ત અને યુવાન રાખવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં વિટામિન્સની જરૂરિયાત હોય ત્યારે તળેલા ખોરાકનું સેવન ન કરવું જોઇએ.

 

 

નારંગી, લીંબુ, દ્રાક્ષ, ટામેટાં, ફણગાવેલા કઠોળ, લીલા પાનવાળા શાકભાજીમાંથી વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે. વિટામિન-સી યુક્ત ફળો બજારમાં આવી ગયા છે, ત્યાં જ ગરમીની શરૂઆત પણ થઇ ચૂકી છે. ગરમીની સીઝનમાં ત્વચાની કાળજી લેવી જરૂરી બની જાય છે. કારણ કે ઉનાળાની સીઝનમાં સૂર્યપ્રકાશ ત્વચાના સીધા સંપર્કમાં આવે છે, તેના કારણે ત્વચા કાળી પડી જવાની સમસ્યા ઉદ્દભવતી હોય છે. ત્વચા પરના ટેનિંગને દૂર કરવા માટે વિટામિન-સી અસરકારક તત્ત્વ છે. વિટામિન -સીસીના કારણે ત્વચા પરની કાળાશ દૂર થાય છે.

 

 

વિટામિન-સીને તમારા આહારમાં સ્થાન આપ્યા વિના બાહ્ય સંભાળ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ઓરેન્જ પીલ્સ વિટામિન-સીનો સારો સ્ત્રોત છે.  તેમાં ફળની સરખામણીમાં વધુ વિટામિન-સી હોવાનું માનવામાં આવે છે. ઓરેન્જ પીલ્સનો ઉપયોગ સ્ક્રબ અને માસ્કમાં તરીકે પણ થાય છે. તે ત્વચા પરનું તેલ શોષી લે છે. તેમજ ત્વચાના રોમછિદ્રોને સાફ કરી દે છે. વિટામિન-સી સારું એન્ટિઓક્સિડન્ટ છે. જે ત્વચાની સુંદરતામાં વધારો કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS