વીરપુર જલારામધામમાં તા.૧૪ જૂનથી દર્શનાર્થીઓને પ્રવેશ ચાલુ

  • June 10, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયસરની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ તારીખ ૧૧ એપ્રિલના રોજ પૂજ્ય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો જે ૬૫ દિવસ બાદ આવતી ૧૪ જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે,સરકારશ્રી દ્વારા ૧૧ જૂને રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય સંતશ્રી જલારામ બાપાની જગ્યા તા.૧૪ જૂને દર્શન માટે ખુલશે,૧૪ જૂન સોમવારથી સરકારી નિયમોને આધીન જલારામ ભક્તો પૂજ્ય જલારામબાપાના દર્શન કરી શકશે,



તારીખ ૧૪ જૂન સોમવારથી દર્શનાર્થીઓએ વીરપુરમાં આવેલ શ્રી માનકેશ્વર મંદિર પાસેથી રજિસ્ટ્રેશન ઓફીસેથી રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી ટોકન સિસ્ટમથી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા માટે પ્રવેશ કરી શકશે, પૂજ્ય જલારામ બાપાના દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી રહેશે તો દર્શનાર્થીઓને પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં સવાર - સાંજ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે માત્ર દર્શન માટે જ ખુલશે દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રહેશે.સરકાર દ્વારા રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ૧૧ જૂને ખોલવાના નિર્ણયને લઈને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલારામ બાપાની જગ્યા તા.૧૪ જૂને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે જલારામ ભક્તોએ દર્શન માટે સરકારશ્રીની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે દર્શનાર્થીઓએ મોઢે માસ્ક ફરજીયાત બાંધવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે પછી જ પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં પ્રવેશ આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application