જિલ્લા પંચાયતમાં મુલાકાતીઓ માટે તા.15 એપ્રિલ સુધી પ્રવેશબંધી

  • April 07, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસમાં પણ પ્રતિબંધ: મુલાકાત અત્યંત આવશ્યક હોય તો સોમથી ગુ સુધીમાં પહેલા એપોઇન્ટમેન્ટ તેમજ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ જરી


રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાને કારણે કેસોની સંખ્યામાં રોજ વધારાની સંભાવનાને ધ્યાને લઇ તા.15 એપ્રીલ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો, અરજદારોને જિલ્લા પંચાયત કચેરી તેમજ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીઓમાં અત્યંત આવશ્યક નો હોય તેવા મુલાકાતીઓ, નાગરિકો, અરજદારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તા.15 એપ્રિલ સુધી ગ્રામીણ વિસ્તારમાં રહેતા મુલાકાતીઓ, નાગરિકો, અરજદારોએ જિલ્લા પંચાયત રાજકોટ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મુલાકાત લેવી અત્યંત આવશ્યક હોય તો કચેરીના લેન્ડલાઇન નં.0281-2476022 અથવા વોટ્સએપ નં.90333 00125 અને 0218-2477008 (જિલ્લા વિકાસ અધિકારી) ઉપર ફોન કરી સોમવારથી ગુવારની એપોઇન્ટમેન્ટ મેળવી, નિયત દિવસે જિલ્લા પંચાયત ખાતે રેપિડ ટેસ્ટ કરાવીને જ મુલાકાત લેવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS