વિશ્વનાથનઆનંદ ત્રણ મહિના બાદ વતન ફર્યા પરત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ વખત વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ હવે ભારત પરત આવી ગયા છે. કોરોનાની મહામારીના કારણે પ્રવાસ પ્રતિબંધના કારણે જર્મનીમાં ત્રણ મહિનાઓથી પણ વધારે સમય થી ફસાયેલા રહ્યા બાદ આખરે તેઓ રવિવારે ભારત આવી ગયાછે.

 

વ્ન્દેમાતરમ મિશન હેઠળ તેઓ ભારત પરત આવી ગયા પરંતુ બેન્ગ્લુરૂમાં સરકારી નિયમ હેઠળ તેમણે ૧૪ દિવસ સુધી ક્વોરેનટાઇન થઈને રહેવું પડશે.ત્યાર બાદ જ તેઓ ચેન્નઈ તેમના પરિવાર પાસે પરત ફરશે. જર્મની થી ઉડાન માત્ર દિલ્હી અને બેંગ્લોર માં જ ઉતરવાની છે.

 

આનંદ જર્મનીમાં ચેસ લીગ રમવા માટે ગયા હતા. અને ત્યારે ત્યાં લોક ડાઉન શરુ થઈગયું અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રોકી દેવામાં આવ્યા બાદ તેઓ ફસાઈ ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS