ચેનલોને લાગ્યો જૂની સિરિયલોનો ચસ્કો: હવે વિષ્ણુ પુરાણ પ્રસારીત થશે

  • May 16, 2020 12:52 PM 808 views

 

કોરોના વાયરસે માણસને ઘણું બધું નવું બતાવ્યું છે પરંતુ કંઈક એવું જૂનું પણ છે જેનાથી લોકોને પ્રેમ પણ થઈ ગયો છે. રામાયણ અને મહાભારતનું પ્રસારણ દૂરદર્શન પર થયું અને તેને કરોડોની સંખ્યામાં જોવામાં પણ આવ્યું. રામાયણે જબરદસ્ત ટીઆરપી હાંસલ કરી હતી. લોકડાઉન દરમિયાન એક દિવસ એવો પણ આવ્યો યારે રામાયણે એચબીઓના શો ગેમ ઓફ થ્રોન્સને પછાડી દીધો હતો. 

 

દૂરદર્શન બાદ અનેક એવી ચેનલ્સ પણ છે જેણે આ ટ્રેન્ડને ફોલો કરવાનું શરૂ કયુ છે. સ્ટાર પ્લસ ઉપર પણ મહાભારતની વાપસી થઈ છે. હવે વધુ એક શો એવા છે જે ટીવી પર વાપસી કરી રહ્યો છે. ઝી–ટીવી પર બી.આર.ચોપડાના જૂના શો વિષ્ણુ પુરાણને પુન: પ્રસારિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ શો સાથે નીતિશ ભારદ્રાજ પડદા પર દેખાશે જેમાં તેમણે વિષ્ણુનું પાત્ર ભજવ્યું છે.

 

બી.આર.ચોપડાના આ શોને પહેલી વખત વર્ષ ૨૦૦૦માં ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો. ઝી–ટીવી કરતાં પહેલાં આ શો ડીડી ભારતી પર પ્રસારિત થઈ રહ્યો છે. હાલમાં જ દૂરદર્શને આ વાતની જાણકારી આપી હતી કે બી.આર.ચોપડા નિર્દેશિત વિષ્ણુ પુરાણને હવે ડીડી ભારતી પર પ્રસારિત કરવામાં આવશે. ૧ મેએ કરાયેલા એક ટવીટમાં ડીડી નેશનલે લખ્યું હતું કે ભગવાન વિષ્ણુના મહિમાની કથા વિષ્ણુ પુરાણ ટૂંક સમયમાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુના દસ રૂપ વિશે બતાવવામાં આવ્યું છે. શોમાં વિષ્ણુના મહિમા વિશે જણાવાયું છે. આ ઉપરાંત અન્ય પૌરાણિક કહાનીઓનો ઉલ્લેખ પણ છે જેમ કે ભકત પ્રહલાદની કહાની. આ શોમાં નીતિશ ભારદ્રાજ ઉપરાંત વૈદેહી અમૃતે, રવિ કિશન, વિંદુ દારાસિંહ, શ્ર્વેતા તિવારી અને સુધા ચંદ્રા સહિતના કલાકારોએ કામ કયુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application