આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ક્રેન દુર્ઘટના, 10ના મોત

  • August 01, 2020 03:36 PM 1108 views


આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટમના હિંદુસ્તાન શિપયાર્ડમાં એક દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમ સ્થિત હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં શનિવારે એક ભારે ક્રેન તુટી પડી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. 

 

મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર અને શહેરના મુખ્ય પોલીસ આયુક્તને ક્રેન દુર્ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. શિપયાર્ડમાં ક્રેન દુર્ઘટનાગ્રસ્ત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હત. રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ક્રેન તુટી પડી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application