વિસાવદર: મહિલા તલાટી ઉપર હુમલો કરનાર વિ‚ધ્ધ પગલાં લેવા માગ

  • March 17, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના મહિલા તલાટી મંત્રી ઉર્વીબેન ઠાકર તા.૯-૩-૨૦૨૧ના રોજ પંચાયત કચેરીએ કામગીરી કરી રહ્યા હતાં ત્યારે એ જ ગામના ગોરધન મંગા, રાજેશ ગોરધન તથા રાજેશની પત્નીએ ગ્રામ પંચાયત કચેરીએ આવી મનરેગાના મસ્ટરમાં સહી કરવાનું કહેતા તલાટીમંત્રી બહેને કામના સ્થળની ચકાસણી કરી સહી કરી આપું એમ કહેતા ઉપરોકત ત્રણેય શખસોએ ઉશ્કેરાઇ જઇ મહિલા તલાટી મંત્ર ઉપર હુમલો કરી લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ગામના સરપંચ તથા અન્ય એક વ્યક્તિ પણ હાજર હતાં. મહિલા તલાટી મંત્રી દ્વારા આ ત્રણેય શખસો વિ‚ધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે.

આ બાબતે રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઇ મોદી તથા મહામંત્રી સહદેવસિંહ ચુડાસમાએ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગ્રામીણ વિકાસ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે, રાજ્યમાં તલાટી મંત્રી ઉપર હુમલા તથા ધમકી આપવાના કિસ્સા અવારનવાર બને છે. જેમાં આરોપીઓ પર કડક કાર્યવાહી નહીં થતાં તેઓને કાયદાનો ડર રહ્યો નથી અને કર્મચારીઓને ભયના ઓથાર હેઠળ કામગીરી કરવી પડે છે. જેથી આ મહિલા તલાટી પર હુમલો કરનાર ત્રણેય શખસોની તાત્કાલિક પાસા હેઠળ ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓને મનરેગા યોજનાની તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે જે ધ્યાને લઇને તાત્કાલિક આરોપી ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS