સહેવાગે ઓસ્ટ્રેલિયા સામે ચોથો ટેસ્ટમેચ રમવાની તૈયારી બતાવી

  • January 13, 2021 12:29 AM 517 views

એક તરફ જ્યા ભારતીય ટીમ પોતાના ઇજાગ્રસ્ત ખેલાડીની કમી મહેસુસ કરી રહી છે ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બોલર વિરેંદ્ર સહેવાગે ઓસ્ટ્રેલિયા સામે પ્લેઈંગ ઇલેવનનો હિસ્સો બનવાની તૈયારી દર્શાવી છે. વધુ પડતા ખેલાડીઓના ઇજાગ્રસ્ત થવાથી ટીમ ઇન્ડિયાને જીતાડવા માટે સેહવાગે જ મેદાનમા ઉતરવાનો ઈરાદો કરી લીધો છે.

 

સહેવાગે ઇજાગ્રસ્ત ખેલાડીઓની તસ્વીર તેના સોશિયલ મિડિયા ટ્વિટર ઉપર શેર કરતા લખ્યું હતુ કે, આટલા ખેલાડીઓને ઈજા પહોંચી છે ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અગિયાર ના થઈ રહ્યાં હોય તો હું ચોથો ટેસ્ટમેચ રમવા માટે તૈયાર છું. સહેવાગે આ ટ્વિટમાં બીસીસીઆઇને ટેગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથો ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીના રોજ બ્રિસબેનમાં યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application