આ બાબતમાં વિરાટે માસ્ટર બ્લાસ્ટરને પણ છોડ્યા પાછળ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાન ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી તેમની સાથેના ખેલાડીઓ કરતા તો આગળ નીકળી જ ચૂક્યા છે, પરંતુ મહાન ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડને પણ તેઓ પડકાર આપી રહ્યા છે.

 

ક્રિકેટના તમામ ફોર્મેટમાં તેમનું એકસરખું પ્રભુત્વ છે. બેટસમેન થી માંડી બોલર્સની ધુલાઈ કરવામાં વિરાટ માહિર છે.

 

જેઓ ટેસ્ટ ક્રિકેટથી લઈને વન-ડે તેમજ ટી20 સુધી તમામ પ્રકારના ક્રિકેટમાં સચિન તેંડુલકરની જેમ જ રન ફટકારી રહ્યા છે. પરંતુ એક બાબત વિરાટમાં સચિન કરતાં પણ વધારે જોવા મળી રહી છે. એ છે કે વિરાટ કેપ્ટનશીપમાં સચિન  કરતા વધારે સારું પ્રદર્શન કરી  રહ્યા છે. આ અંગે તેઓના રેકોર્ડ જ જણાવી રહ્યા છે.

 

વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની રમતની સમીક્ષા થશે, ત્યારે તેમની સાથે એક ખેલાડીનું નામ તમની સાથે  મહાનની શ્રેણીમાં લેવામાં આવશે એ બાબત નિશ્ચિત છે. પરંતુ ક્રિકેટમાં ભગવાન બરાબર દરજ્જો ધરાવતા સચિનના આ પાસાને  નબળું ગણાવતી  ચર્ચા વિશ્લેષકો કરશે, અને તે છે કેપ્ટનશીપ,તેમની કેપ્ટનશીપના લીધે તેઓ દબાણ અનુભવતા હતા, જેના કારણે તેમના ખાતામાં ઘણા ઓછા રન ઓછા નોંધાયા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

 


માસ્ટર બ્લાસ્ટરે 230 મેચમાં 53.78 ની એવરેજ સાથે 51 સેન્ચ્યુરી સાથે 15921 રન બનાવ્યા હતા. જ્યારે 51.35ની એવરેજ સાથે  7 સેન્ચ્યુરીમા 2054 પોતાના ખાતામાં નોંધાવી શક્યા હતા. ભલે તેમની એવરેજ બહુ ઓછી ન આવી હોય પરંતુ સચિને પોતે પણ એ સ્વીકાર્યું હતું કે કેપ્ટનશીપના દબાણના કારણે તેની બેટિંગ પર પ્રભાવ પડતો હોવાથી  તેઓ નેચરલ ગેમ રમી શકતા ન હતા.

 

 તેનાથી વિપરિત સ્થિતિ વિરાટમાં જોવા મળી રહી છે, તેમના આંકડાઓ જ  સાક્ષી પૂરે છે કે વિરાટ કોહલી કેપ્ટન બન્યા બાદ પણ સારી રીતે પોતાને તાકાત પ્રદર્શિત કરી શક્યા છે. કેપ્ટન બન્યા પહેલા 159 વન-ડે મેચમાં તેમણે 51.29  એવરેજથી 89.9 સ્ટ્રાઇક રેટથી 22 સેન્ચ્યુરી તથા 35 ફિફ્ટી સાથે 6720 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન બન્યા બાદ માત્ર 89 મેચમાં 74.61 એવરેજથી 98.80  સ્ટ્રાઈક રેટ દ્વારા 21 સેન્ચ્યુરી તેમજ 23 ફિફટી ફટકારી હતી.

 


આ રીતે ટેસ્ટ મેચમાં કેપ્ટન બન્યા પેલા 31 મેચમાં 41.13ની એવરેજ થી સાત સેન્ચ્યુરી સાથે 2098 રન બનાવનાર વિરાટે ત્યારબાદ 55 ટેસ્ટમાં 61.21ની જબરજસ્ત એવરેજ સાથે સેન્ચુરી  દ્વારા 5142 રન બનાવ્યા છે. એટલું જ નહીં વિરાટની કેરિયરમાં તમામ સાત બેવડી પણ તેની કેપ્ટનશીપ દરમિયાન જ નોંધાઈ  હતી. ટી-20માં પણ વિરાટનો દબદબો આ પ્રકારનો જ જોવા મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS