બળાત્કાર અને યૌનહિંસાને લીધે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય જોખમમાં

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બળાત્કાર અને યૌન હિંસા જેવી વધી રહેલી ઘટનાઓના કારણે મહિલાઓમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર આવી રહ્યા છે. એટલે સુધી કે આત્મહત્યાની પ્રવૃત્તિ જેવી માનસિક સમસ્યાઓ વધી રહી છે. રાજધાનીના ઇન્ડીયન સાઈકીટરીક સોસાયટી તરફથી મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય પર આયોજિત ત્રીજી રાષ્ટ્રીય સંગોષ્ઠી દેશભરમાંથી આવેલા મનોચિકિત્સકો એ ભાગ લીધો હતો.

 

મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે તેમની પાસે સારવાર માટે આવતી મહિલાઓમાંથી ૩૦થી ૪૦ ટકા મહિલાઓમાં સંખ્યામાં વધારો થયો છે કે જેઓ ભૂતકાળમાં બળાત્કાર હારનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ બેઠકમાં દેશભરના મનોચિકિત્સકો અને માનસિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો, આ બેઠકમાં મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય આસપાસના વાતાવરણ યુ હિંસા મનોવૈજ્ઞાનિક પ્રભાવ કરો અને વ્યવસ્થા ઉપર હિંસા તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ વિષયો પરની ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

ભોપાલના મનોચિકિત્સક ડોક્ટર રજની ચેટરજી એ જણાવ્યું હતું કે ઘરની બહાર થતી યૌન દુર્વ્યવહાર અને યૌન હિંસા મહિલાઓમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી જેવી બીમારીઓનું મુખ્ય હોય છે. અને તેના રોકવા માટે મહિલાઓએ શિક્ષા તેમજ જાગૃતિ તેમજ ન્યાયપ્રણાલી સહિતની અનુકૂળતા આપે તેવો સામાજિક વાતાવરણ જરૂરી છે.

 

આયોજક ડોક્ટર નીના જણાવે છે કે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય મુદ્દા પર વિચારણા કરવામાં આપણે ધ્યાન દેવું જોઈએ કે મહિલાઓની વિરૂદ્ધ થતા અપરાધનો ઘણો બધો પ્રભાવ તેમના પર પડે છે યોન હિંસા અને અપરાધનો શિકાર મહિલાઓને મનોચિકિત્સકોની મદદ અવશ્ય મળવી જોઈએ અન્યથા તેમના કારણે તેમને જીવનભર માનસિક સમસ્યાઓ ઉપસ્થિત થઈ શકે છે.


મુંબઈના ડોક્ટર રુક્ષીદા શઇદા જણાવે છે કે જોવામાં આવ્યું છે કે જે મહિલાઓના ઇલાજ  માટે આવે છે તેમાં પુરુષોની સરખામણીમાં સારા પરિણામ જોવા મળી રહ્યા છે પરંતુ આપણે ઓછી મહિલાઓ જ માનસિક સમસ્યાઓના ઉપચાર માટે આવતી હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS