નિર્ભયાના દોષીની બધી જ લાઈફ લાઈન પુરી...

  • February 14, 2020 02:14 PM 56 views

નિર્ભયા કેસ મામલે દોષી વિનયએ સુપ્રીમ કોર્ટમાં દયા અરજી કરી હતી. વિનયએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. વિનયએ કોર્ટમાં અરજી કરી હતી કે તેની માનસિક સ્થિતિ બરાબર નથી. જો કે દોષી વિનયની મેડિકલ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે તેની માનસિક સ્થિતિ સ્થિર છે. આ સાથે જ નિર્ભયાના દોષીની તમામ લાઈફ લાઈન પુર્ણ થઈ છે. જો કે તમામ દોષીતોને 17 ફેબ્રુઆરી સુધી જીવનદાન મળી ચુક્યું છે. કારણ કે નવા ડેથ વોરંટની માંગની નિર્ભયાના માતાપિતાની અરજી પર હવે પટિયાલા હાઉસ કોર્ટમાં 17મી તારીખે સુનાવણી હાથ ધરાશે.