જૂનાગઢ સિવિલમાં ઓકિસજન સાથેના ૧૫૦૦ સહિત ૨૦૦૦ બેડ ચાલુ કરાશે

  • May 05, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢમાં કોરોના પરિસ્થિતિ અને તંત્રની વ્યવસ્થાનો તાગ મેળવવા હેલીપેડથી સીધા હોસ્પિટલે પહોંચ્યા: સેવા છાવણી ખાતે દર્દીના સગાઓ પાસેથી વિગતો મેળવી

 


જૂનાગઢ શહેર જિલ્લાની વકરેલી કોરોના પરિસ્થિતિ અને તેમાં સરકારી તંત્રની કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ૧૧ કલાકે પી ટી એસ ગ્રાઉન્ડ ખાતે હેલીપેડ ખાતે થી ઉતરી સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ કલેકટર ડો સૌરભ પારધી સાથે વિસ્તૃત ચર્ચા કરી સિવિલ હોસ્પિટલ મા ઓકિસજન તથા બેડ અંગે અને દવાઓ અંગે વિગતો મેળવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે જ ભાજપ દ્રારા સંચાલિત  વિનામૂલ્યે આપવામાં આવતા ભોજન કેન્દ્ર–સેવા છાવણીની પાણીએ મુલાકાત લઇ દર્દીઓના પરિવારજનો ની પૂછપરછ કરી અને સાચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિજયભાઈ રૂપાણીએ દર્દીઓ ની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું.

 


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મૈયર ધી ભાઈ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત ભાઈ શર્મા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

 


ત્યારબાદ કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જૂનાગઢ જિલ્લાની કોરોના ની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કલેકટર કચેરી ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમ જ જિલ્લાની કોરોના ની પરિસ્થિતિ અંગે તેમજ દર્દીઓને પૂરતી સુવિધાઓ આપવા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

 


કલેકટર ઓફિસ ખાતે યોજાયેલી અધિકારીઓની બેઠકમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપરાંત સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, કલેકટર ડો સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, મૈયર ધી ભાઈ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, એસપી રવીતેજા વાસ મ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, રરતનુ સહિતના અધિકારી પદાધિકારીઓ જોડાયા હતા તો આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે જિલ્લાની કોરોના ના દર્દીઓ ને મળતી સુવિધા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

 


ખાસ કરીને ઓકિસજન તથા જરી દવાઓ અંગે મુખ્યમંત્રીને સૂચનો કર્યા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ તો વધારવા અંગે પણ જણાવવામાં આવ્યું હતું તેમજ જિલ્લામાં કોરોના ને લઇ સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ ને મળતી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ વિસ્તૃત વિગતો અને માહિતી મેળવી હતી.

 


સમીક્ષા બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં વિજયભાઈ રૂપાણીએ જુનાગઢ ની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે જુનાગઢમાં કોરોના ના દર્દીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે જ બે હજાર બેડ ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી પંદરસો થી વધુ બેડ ઓકિસજન સાથેના છે તો આ ઉપરાંત શહેરમાં વિવિધ સંસ્થાઓ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં આઇસો લેસન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગામડું કોરોના મુકત થાય તેને લઈને મા ગામ કોરોના મુકત ગામ હેઠળ ગામડાઓમાં પૂરતી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.

 


તો બીજી તરફ ટેસ્ટિંગ અને આરટીપી સી આર ટેસ્ટ વધે તેને લઇ જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીની લેબમાં થી જરૂરી તમામ સાધનો અધતન મેડિકલ  હોસ્પિટલ ને આપવામાં આવ્યા છે જેને લઇ આરટી પીસીઆર ટેસ્ટ મેળવવામાં સરળતા રહે તેમજ વધુ ટેસ્ટ થઈ શકે.

 


કેશોદમાં પણ વધતા જતા કેસને લઈને ત્યાં પણ હોસ્પિટલ નો કાર્ય ઝડપથી પૂર્ણ કરવા આવે તે માટે તાકીદ કરવામાં આવી છે તેમજ ગીર સોમનાથમાં પણ કોરોના ના દર્દીઓ ને લઇ ટેસ્ટની રિકવરી ઝડપથી થાય તેને લઇ આરટી પીસીઆર સહિતના ટેસ્ટ ઓ વધુ કરવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્રારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
૧૫ માર્ચ પછી રાજ્ય સરકારે સુવિધાઓ વધારી ઉપરાંત રાજ્યમાં ધનવંતરી ઉપરાંત વિવિધ સ્થળોએ ટેસ્ટિંગ સેન્ટર ને લઈ કોરોના સામે તાબડતોબ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખાસ કરીને જ ધન્વંતરી રથમાં ઘર આંગણે જ લોકો ટેસ્ટ કરાવી શકે તેમ જ સામાન્ય લક્ષણો હોય તો સ્થળ પર જ દવાઓ આપી લોકોની આરોગ્યની તકેદારી લેવાઈ રહી છે

 

 

૧૮ વર્ષથી વધુ ઉંમરના યુવાઓને વેકિસનેશન
જૂનાગઢમાં કોરોનાને લઇ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિતિ રાયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાજ્ય સરકાર દ્રારા ૧લી મેથી શરૂ કરવામાં આવેલ ૧૮ વર્ષથી ઉપરના યુવાઓના વેકિસનેશનમાં જૂનાગઢ જિલ્લાનું હાલ વેકિસનેશનમાં સમાવેશ ન હોય તે અંગે પૂછવામાં આવતા જૂનાગઢને આગામી સમયમાં વેકિસનેશનનો લાભ શરૂ થશે તેમજ વેકિસનેશનની પ્રક્રિયા હાલ પુરજોશમાં છે તેમજ ૧૦ જિલ્લાઓમાં યુવાઓમાં વેકિસનેશનને લઇ જાગૃતતા જોવા મળી છે, તો જૂનાગઢ જિલ્લાને પણ આગામી સમયમાં ૧૮ વર્ષથી ઉપરનાને વેકિસનેશન શરૂ કરાશે. યુવાઓને રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાકીદ કરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS