વિજયની રિટર્ન ગિફટ: 22 લાખને નોકરી

  • March 03, 2021 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભાના રજૂ કરેલા બજેટમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેકસમાં કોઈપણ પ્રકારે વધારો નહીં કરવાની અને નવા વેરા નહીં નાખવાની જાહેરાત કરતાં તાલીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી હતી. બજેટમાં કોરોનાના કારણે ટેકસ આવી પડશે તેવી લોકોની ભીતિ હતી પરંતુ તેમ ન થતાં હાશકારો અનુભવાયો છે. 9મી વખત બજેટ રજૂ કરેલા નીતિનભાઈ પટેલે આ વખતે પોતાના બજેટમાં સરકારી કચેરીઓમાં આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને અને અન્ય ક્ષેત્રમાં 20 લાખ યુવાનોને રોજગારીનો વાયદો આપ્યો છે. કોરોના અને લોકડાઉનમાં ધંધા-રોજગાર અને નોકરી ક્ષેત્રે ખરાબ પરિસ્થિતિમાં સરકારે રોજગારી પર વધુ ફોકસ કર્યું છે. આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ખેડૂત કલ્યાણ, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ જેવી બાબતો પર વધુ ભાર મુકયો છે.

 


રાજકોટને મેટ્રો લાઈટ, મેટ્રો નિયો પ્રોજેકટ ફાળવવાની, રાજકોટની ભાગોળે મેડિકલ ડિવાઈસ પાર્ક બનાવવાની, રાજકોટ સહિત 6 સ્થળે પીપીપી મોડેલ પર નવા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી છે.

 


ગુજરાતના ઈતિહાસમાં અત્યાર  સુધીનું સૌથી મોટું 2,27,029 કરોડનું પુરાંતલક્ષી બજેટ નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે ગૃહમાં રજૂ કર્યું છે. આ બજેટમાં 587.88 કરોડની પુરાંત દશર્વિવામાં આવી છે.

 


બજેટ રજૂ કરતાં નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કપરાં સમયગાળામાં કરેલી કામગીરીનો અને આ સમયગાળામાં અપાયેલા 14000 કરોડના આત્મનિર્ભર ગુજરાત પેકેજનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વેરાની આવકમાં 40 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ હવે ધીમે ધીમે અર્થતંત્ર પાટા પર ચડી ગયું છે અને વેરાની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

 


નાણામંત્રીએ 50 હજાર કરોડની સાગરખેડૂ સર્વાંગી કલ્યાણ યોજના પાર્ટ-2 જાહેર કરી છે. આ અગાઉ 43 હજાર કરોડની રકમનો ઉપયોગ દરિયાકાંઠાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવ્યું હતું.

 


આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ નિગમ, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે 2 લાખ જેટલા યુવાનોની ભરતી કરવામાં આવશે તેમ જણાવી નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં મેન્યુફેકચરિંગ, ફામર્,િ એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ અને સર્વિસ સેકટર જેવા ક્ષેત્રમાં રોજગારીની 20 લાખ તક ઉભી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application