વિજય માલ્યાએ ભારતીય બેન્કોને હાથ જોડીને કહ્યું... લઈ જાઓ તમારા પૈસા પાછા, જાણો કારણ

  • February 14, 2020 10:55 AM 194 views

શરાબના વ્યાપારી વિજય માલ્યાએ ભારતની બેન્કોને ફરીથી કહ્યું છે કે પોતે લોન પેટે ચૂકવવાની નીકળતી પૂરેપૂરી મૂળ રકમ એની પાસેથી લઈ લે. માલ્યાએ આ વિનંતી બ્રિટિશ હાઈકોર્ટમાં ત્રણ–દિવસની અપીલ–કાર્યવાહીના અતં ભાગમાં કરી હતી. બ્રિટનમાં માલ્યા સામે ભારત સરકારે કરેલા પ્રત્યાર્પણ કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.


૬૪ વર્ષીય અને કિંગફિશર એરલાઈન્સના ભૂતપૂર્વ માલિક માલ્યા પર આરોપ છે કે એ ભારતની બેન્કો પાસેથી . ૯૦૦૦ કરોડની લોન લઈને ભારતમાંથી ફરાર થઈ ગયો છે. ભારતની બેન્કો સાથે છેતરપિંડી કરવાનો અને મની લોન્ડરિંગનો એની પર આરોપ છે. ગઈ કાલે રોયલ કોટર્સ ઓફ જસ્ટિસની બહાર માલ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં ભારતીય બેન્કોને બે હાથ જોડીને વિનંતી કરી કે તમે તમારી મૂળ રકમ પૂરેપૂરી તાત્કાલિક પાછી લઈ લો.


માલ્યાએ ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) બંને કેન્દ્રીય એજન્સી મારી સંપત્તિ માટે ઝઘડે છે અને આ કાર્યવાહીમાં પોતાની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરતા નથી. માલ્યાએ કહ્યું કે, હત્પં લોનની રકમ ચૂકવતો નથી એવી બેન્કોએ ફરિયાદ કર્યા બાદ ઈડી એજન્સીએ મારી સંપત્તિને ટાંચ મારી છે. મેં ભારતના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ એવો કોઈ ગુનો નથી કર્યેા કે જેને કારણે ઈડી એજન્સીએ મારી સંપત્તિને ટાંચ મારવી પડે.


હત્પં બેન્કોને કહત્પં છું કે મહેરબાની કરીને તમારા પૈસા પાછા લઈ લો. ઈડી એજન્સી ના પાડે છે એ કહે છે કે સંપત્તિ પર એનો દાવો છે. આમ, એક તરફ ઈડી છે અને બીજી બાજુ બેન્કો છે, જેઓ મારી એક જ સંપત્તિ માટે આપસમાં ઝઘડે છે. ભારત પાછા ફરવા વિશે માલ્યાએ કહ્યું કે, યાં મારો પરિવાર રહે છે, યાં મારા વ્યાપારી હિતો છે ત્યાં મારે જવું જોઈએ. જો સીબીઆઈ અને ઈડી અધિકારીઓ યોગ્ય રીતે વર્તે તો વાત બને. છેલ્લા ચાર વર્ષથી તેઓ મારી સાથે યોગ્ય રીતે વર્તતા નથી.


માલ્યાની દલીલોને બે જજની બેન્ચે સાંભળી હતી  લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઈરવીન અને જસ્ટિસ એલિઝાબેથ લેઈંગ. હવે તેઓ કોઈક તારીખે પોતાનો ચુકાદો આપશે. ભારતે કરેલા પ્રત્યાર્પણના કેસમાં માલ્યા હાલ જામીન પર છૂટો છે. એને કોર્ટમાં કાર્યવાહી દરમિયાન હાજર રહેવાનું ફરજિયાત નથી કરાયું, તે છતાં કાર્યવાહી જોવા માટે એ ત્રણેય દિવસ હાજર રહ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application