પલ્ટી મારી ગયેલ વાહનમાંથી દારૂની બે પેટી ઉઠાવી વેપલો કરતો વિજય ઝડપાયો

  • April 08, 2021 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિપો ઉર્ફે પેંડો અને અન્ય એક ફરાર: પિકઅપ વાન કોનું હતું? તે હજુ રહસ્ય
 

તળાજા-મહુવા હાઈવે પર હાજીપરના પાટિયા પાસે પલ્ટી મારી ગયેલ વિદેશી દારૂ ભરેલા વાહનમાંથી બે પેટી ઉઠાવી લઈ તેનું વેચાણ કરતા શખસને તળાજા પોલીસે ઝડપી લીધો છે. ઉલ્લેખનિય છે કે પિકઅપ વાન પલ્ટી મારી ગયા બાદ બુટલેગરો દાની બોટલો ત્યાંની ત્યાં છોડી વાહન સીધુ કરીને નાસી ગયા હતા. આ બુટલેગરોનો હજુ પતો મળ્યો નથી.

 


તળાજાના કાજી રોડના ઢાળ પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા વિજય ભરતભાઈ વાઘેલા(રહે. તળાજા)ને 96 નંગ બોટલ કુલ રૂ. 9,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે દીપા ઉર્ફે પેંડો ભરતભાઈ નામનો અન્ય એક શખ્સ ફરાર થયો હતો. આ અંગે તળાજા પોલીસ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ કરતા તેઓએ હાજીપરના પાટિયા પાસે પલ્ટી મારી ગયેલ વિદેશી દારૂ ભરેલા વાહનમાંથી બે પેટી ઉઠાવી હતી અને તળાજામાં વેચાણ કરતા હતા તેવી કબૂલાત આપી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS