Video : રાજકોટ મેટોડા નજીક કાર અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત, પારુલ યુનિ,ના 3 વિદ્યાર્થીઓના મોત, 2ની હાલત ગંભીર

  • August 03, 2021 03:12 PM 

 

રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક અકસ્માત સર્જાયો છે. અહીં ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે  બે લોકો ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતને પગલે થોડીવાર અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

 

કાર અને એસટી બચ વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં આગળ સવાર બે યુવાનોની બોડીના પણ ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની મળતી વિગતો અનુસાર રાજકોટ કાલાવડ હાઇવે મેટોળા જીઆઈડીસી નજીક એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 3 ના મોત 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. 

 

રાજકોટની પારુલ યુનિવર્સિટીના હોમીઓપેથીના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક કેન્દ્રની વિઝિટ કરી કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ઠેકી રોગ સાઈડમાં આવી અને એસ ટી સાથે અથડાઈ હતી. 

 

આ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેઓમાં નિશાન દાવડા, આદર્શ ગૌસ્વામી, ફોરમ ધાગ્ધરિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેયના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલી કૃપાલી ગજ્જર અને સીમરન ગિલાનીને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડાયા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS