Video : જમ્મુ-કાશ્મીરમાં જવાનો સાથે NDRFના ડોગ સ્કવોડે પણ કર્યા યોગ

  • June 21, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૂતરાઓએ પણ યોગ કર્યા છે. NDRF દ્વારા પ્રશિક્ષિત ડોગ જીમીએ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને સૈનિકો સાથે યોગ કર્યા. જીમીનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આજે દેશભરમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે યોગ કરે છે. આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકોએ યોગાભ્યાસ કર્યો છે. જો કે, માણસોની સાથે કૂતરાઓએ પણ યોગ કર્યા છે. તેનો વીડિયો ખૂબ જ ઝડપથી હાલ વાયરલ થઈ રહ્યો છે.


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કૂતરાઑ પણ સૈનિકોની સાથે આ યોગ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં NDRFના ડોગ્સએ યોગ કર્યા છે. NDRF દ્વારા પ્રશિક્ષિત ડોગ સ્કવોડે યોગ કર્યા હતા. NDRFની 13મી બટાલિયન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે. આ દરમિયાન NDRF જવાનોએ યોગાસન કર્યા હતા અને આ ઉજવણીમાં તેમના ટીમ મેમ્બર તરીકે બંને ડોગ પણ જોડાય હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application