Video : પહેલા ધક્કો માર્યો ને હવે ગળે લાગાવ્યો, સલમાન ખાન અને વિકી કૌશલનો વધુ એક વિડીયો બાદ 'કેટ'ના પતિએ આપ્યું રીએક્શન

  • May 27, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકી કૌશલ અને સલમાન ખાનનો એક વીડિયો આખો દિવસ સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો હતો. IIFA 2023 પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા જઈ રહેલા સ્ટાર્સના આ વીડિયોમાં સલમાન ખાન વિકી કૌશલને અવગણીને આગળ વધતો જોવા મળે છે, જ્યારે તેના બોડીગાર્ડ્સ પણ વિકીને ધક્કો મારી રહ્યા છે. સલમાન ખાન કેટરીના કૈફના પતિ એટલે કે વિકી કૌશલની અવગણના કરવાના વિવાદ બાદ હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન વિકીને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આ મામલે વિકી કૌશલનું નિવેદન પણ સામે આવ્યું છે.


સલમાન ખાન અને વિક્કી કૌશલને તેના બોડીગાર્ડ દ્વારા ધક્કો મારવામાં આવતા તેની અવગણના કર્યા બાદ આ મામલો સોશિયલ મીડિયા પર ચાહકોમાં ગરમાયો હતો. હવે વિકી કૌશલે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, ક્યારેક વસ્તુઓ ઘણી વધી જાય છે. આ નકામી વસ્તુઓ વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.


જ્યારે આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તો તેની ખબર સલમાન ખાન સુધી પહોંચી. આ બાદ તે વિકી પાસે ગયો અને તેને ગળે લગાવ્યો.


પહેલા વાઇરલ થઇ રહેલા વિડીયો મુજબ, સલમાન ખાનના વાયરલ વીડિયોમાં વિકી કૌશલ ફેન્સ સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો, આ દરમિયાન સલમાનનો કાફલો ત્યાં પહોંચે છે. સલમાન ઘણા બોડીગાર્ડ સાથે અંદર આવી રહ્યો છે. આ દરમિયાન, વિકી બાજુ પર છે. વિકી સલમાન સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સલમાન ખાન થોડી સેકન્ડો માટે અટકી જાય છે અને તેને અવગણે છે અને ત્યાંથી નીકળી જાય છે. વિકીની અભિવ્યક્તિ સ્પષ્ટ દેખાય છે. આવી સ્થિતિમાં વિકીએ બીજીવાર પણ હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન સલમાન તેને લુક આપીને ત્યાંથી નીકળી ગયો. વીડિયોમાં લાગે છે કે સલમાન વિક્કીને ઓળખી શક્યો નથી. જ્યારે સલમાન ત્યાંથી પસાર થયો ત્યારે તેના બોડીગાર્ડે વિકી કૌશલને બાજુમાં ધકેલી દીધો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application