વિકી કૌશલની સુપર હીરો ફિલ્મ 'અશ્વત્થામા' ફરી પાછી અટકી, જાણો શું છે કારણ ?  

  • August 20, 2021 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમામાં મસાણ, ઉરી, સંજુ જેવી ફિલ્મોથી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા વિકી કૌશલના ચાહકો તેની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉરી ફિલ્મની સફળતા બાદ ફિલ્મના ડિરેક્ટર અને એક્ટર ફરી પાછા એક સાથે જોવા મળવાના છે. આદિત્ય ધાર વિકી કૌશલને લઈ ફિલ્મ 'અશ્વસ્થામા' બનાવી રહ્યો છે. ચાહકો વિકીની આ ફિલ્મની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

આદિત્ય ધાર તેમની આગામી ફિલ્મ 'ધ અમર અશ્વત્થામા' પર કામ કરી રહ્યા હતા. જે મહાભારતના 'અશ્વથામા' થી પ્રેરિત હતી. ફિલ્મમાં વિકી મુખ્ય ભૂમિકામાં હતો. રોની સ્ક્રુવાલાના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી રહી હતી. ઉરીની રિલીઝ પહેલા જ આદિત્યએ વિકી અને રોનીને ફિલ્મની વાર્તા સંભળાવી હતી. અને બંનેને વાર્તા ખૂબ ગમી છે. 'ઉરી'ની જેમ વિકીએ પણ' ધ અમર અશ્વત્થામા 'માટે ઘણું વજન વધાર્યું. આ સાથે, તે ઘોડેસવારી અને તીર કમાન્ડ પણ શીખી રહ્યો હતો. 

 

લુકમાં વિકીને સંપૂર્ણ રીતે મોલ્ડ કરવા માટે પ્રોસ્થેટિકની મદદ પણ લેવામાં આવી રહી હતી. દિગ્દર્શક આદિત્યએ કહ્યું કે, 'આ ફિલ્મમાં વિક્કીનો લુક બધા કરતા અલગ હશે. ફિલ્મનું શૂટિંગ ગ્રીનલેન્ડ, ટોકિયો, ન્યુઝીલેન્ડ જેવા સ્થળોએ થવાનું હતું. પોસ્ટ પ્રોડક્શન અને VFX નું બાકીનું કામ યુ.એસ.માં થવાનું હતું. ફિલ્મનું બજેટ 300 કરોડથી ઉપર હોવાનું જાણવા મળે છે.

 

જો તમે પણ રૂપેરી પડદે 'ધ અમર અશ્વત્થામા' જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારે હજી વધુ  રાહ જોવી પડશે. એક અહેવાલ મુજબ બજેટની સમસ્યા અને અન્ય કારણોસર 'અશ્વથામા'નું શૂટ થોડા સમય માટે રોકવામાં આવ્યું છે. આની પહેલા પણ કોરોના સંક્ર્મણના કારણે આ ફિલ્મનું શૂટિંગ લાંબા સમય સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થવાનું હતું, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે મુલતવી રાખવું પડ્યું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS