વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીનું મેજિક ફેલ, નવા સોંગ રિલીઝ થતાં જ ફેન્સ થયા ગુસ્સે

  • July 14, 2024 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકો વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ 'બેડ ન્યૂઝ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તમે લવ ટ્રાએંગલની સાથે રોમેન્ટિક-કોમેડી પણ જોવાના છો, જેના માટે ફેન્સ આતુર છે. આવી સ્થિતિમાં, ફેન્સની આ આતુરતા યથાવત રહે તે સુનિશ્ચિત કરવા માટે નિર્માતાઓ પણ વિવિધ રીતે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ફિલ્મના બે ગીત 'તૌબા તૌબા' અને 'જાનમ' રિલીઝ થઈ ચૂક્યા છે, જેણે અત્યાર સુધી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ દરમિયાન ફિલ્મનું ત્રીજું ગીત 'મેરે મહેબૂબ મેરે સનમ' પણ રિલીઝ થઈ ગયું છે. જોકે, ફેન્સણે આ ગીત વધુ પસંદ આવ્યું નથી.


હા, એક તરફ 'બેડ ન્યૂઝ'ના બે ગીતો હિટ થયા. તો ફિલ્મના ત્રીજા ગીતે ચાહકોનું ફેન્સને નિરાશ કર્યા છે. ખરેખર, 'બેડ ન્યૂઝ'નું ત્રીજું ગીત 'મેરે મહેબૂબ મેરે સનમ' રિક્રિએટ કરવામાં આવ્યું છે. તેનું મૂળ ગીત મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ 'ડુપ્લિકેટ'માં હતું, જેમાં શાહરૂખ ખાન, સોનાલી બેન્દ્રે અને જુહી ચાવલા મહત્વની ભૂમિકામાં હતા. આ ઓરિજિનલ ગીત લોકોને ઘણું પસંદ આવ્યું હતું, આજે પણ આ ગીત લોકોના હોઠ પર છે. હવે લોકો આ રિમેક કરેલ ગીત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ ગીત સાંભળ્યા પછી કોઈએ કહ્યું છે કે - 'સારું ગીત બગાડી નાખ્યું’, તો કોઈએ કહ્યું છે કે 'તમે નવા ગીતો કેમ નથી બનાવી શકતા', જ્યારે એક યુઝરે લખ્યું છે કે જૂના ગીતોને બગાડો નહીં. તમારા પોતાના નવા ગીતો બનાવો. તે જ રીતે, ઘણા યુઝર આ ગીતની ટીકા કરતા જોવા મળે છે.


તમને જણાવી દઈએ કે કોમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. આ ફિલ્મ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં નેહા ધૂપિયા પણ એક્ટિંગ કરતી જોવા મળશે. વર્ષ 2019માં રિલીઝ થયેલી કરીના કપૂર અને અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ની જેમ આ ફિલ્મની વાર્તા પણ એક બાળકની આસપાસ ફરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application