લોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ

  • April 07, 2020 04:06 PM 1131 views

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશમાં ચાલી રહેલા લોક ડાઉનના પિરિયડ ને લંબાવી શકાય છે તેવો સંકેત આપ્યો છે અને એમ કહ્યું છે કે આર્થિક સ્થિરતા બીજા ક્રમ માં આવે છે પરંતુ સૌપ્રથમ આરોગ્યની ચિંતા મહત્વની હોય છે.દેશમાં લોક ડાઉનના બે સપ્તાહ પૂર્ણ થવા પર નાયડુએ સમીક્ષા કરતા એમ કહ્યું છે કે આવતીકાલથી ત્રીજું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે અને તે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. આ સમયમાં સ્થિતિ કેવી રહે છે તેના પર લોક ડાઉનના છૂટછાટ ના નિર્ણય નો આધાર રહેશે.૧૪ એપ્રિલ બાદ ક્યાંથી કેવી રીતે લોક ડાઉન માં છૂટછાટો આપવી તેનો નિર્ણય સમગ્ર દેશમાં વાઈરસના ફેલાવવા અને મૃત્યુદર નો અભ્યાસ કર્યા બાદ લેવામાં આવશે તેમ સાફ શબ્દોમાં નાયડુએ કહ્યું હતું.તેમણે કહ્યું કે દેશભરમાં નો ડેટા ચકાસવામાં આવશે અને ક્યાં કેવી હાલત છે તેનો ક્યાસ કાઢવામાં આવશે. કારણકે દેશની જનતા નું આરોગ્ય સૌથી મહત્વનું છે અને દરેક કામ કરતાં તેને અગ્રતા આપવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application