પરેશ રાવલ સહિતના કલાકારોએ આપી શ્રધ્ધાંજલિ
ગુજરાતી રંગભૂમિ અને સિને જગતના જાણીતા કલાકાર અરવિંદ જોશીનું અવસાન થયું છે. બોલિવુડ એક્ટર શરમન જોશી અને એક્ટ્રેસ માનસી જોશીના પિતા અરવિંદભાઈનું આજે વહેલી સવારે નિધન થયું છે. મળતી માહિતી અનુસાર મુંબઈમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અરવિંદ જોશીના અવસાન પર દિગ્ગજ કલાકાર પરેશ રાવલે પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. પરેશ રાવલે લખ્યું, ભારતીય નાટ્યજગતમાં ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભારે હૈયે જાણીતા એક્ટર શ્રી અરવિંદ જોશીને વિદાય આપીએ છીએ. જ્યારે પણ હું તેમના વિશે વિચારું છું ત્યારે વર્સેટાઈલ એક્ટર, સંપૂર્ણ કલાકાર જેવા શબ્દો સ્ફૂરે છે. શરમન જોશી અને પરિવારને મારી સાંત્વના. ઓમ શાંતિ.
અરવિંદ જોશી ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા. તેમણે નિમર્તિા, નિર્દેશક, દિગ્દર્શક અને લેખક તરીકે પણ કામગીરી કરી છે. તેઓ જાણીતા નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. શરમન જોશી અને માનસી જોશીએ અભિનયની શરૂઆત પિતા અરવિંદ જોશી અને કાકા પ્રવીણ જોશી સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા લોકોના મેન્ટર પણ રહી ચૂક્યા છે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230