BREAKING NEWS

જામનગર શહેરમાં વાહન તસ્કરની અટકાયત : ૩ બાઇક, એક રીક્ષા જપ્ત

  • June 15, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વાહન તસ્કરની અટકાયત : ૩ બાઇક, એક રીક્ષા જપ્ત

સીટી-સી પોલીસે ભેદ ઉકેલ્યા : અન્ય ચોરી બાબતે પુછપરછ

જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનના એક મોટરસાયકલ ચોરીના તેમજ જામ સીટી બી ડીવી. પો.સ્ટેશનના એક તેમજ બે અન્ય ચોરીના વાહનો ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. અને ચોરાઉ ચારેય  વાહનો કબજે લેવામાં આવ્યા છે.

જામનગર સીટી સી ડિવી પો.સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.  આઇ.એ.ઘાસુરા ની સુચના મુજબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ વી.એ.પરમાર  ના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ના વાહન ચોરીના અનડીટેક ગુન્હાઓ હોય તે શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસો  પેટ્રોલીગ માં હતા.
​​​​​​​
દરમ્યાન હ્યુમન સોર્સ દ્વારા સ્ટાફને સંયુકત બાતમીદારો થી હકીકત મળેલ કે ધરારનગર આવાસ પાસે રોડ ઉપર થી એક શખ્સ  ચોરી ના ગુન્હા નું ચોરીયાવ મો.સા. સાથે પસાર થનાર છે.આથી પોલીસે સ્ટાફ  વોચમા રહી ને વિશાલ  રાજુભાઇ ચાવડા ( રહે. ગોકુલનગર, શિવનગર-૦૨, જામનગર , મુળગામ- ભીંડા,  તા.ખંભાળીયા જી.દેવભુમીદ્રારકા) ને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસે થી ત્રણ મોટર સાયકલ તથા એક રિક્ષા મળી કુલ રૂ. ૧ લાખ ની કિંમત ના ચાર ચોરાવ વાહનો કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application