વાહનોની નંબર પ્લેટ પણ સેટેલાઈટ સાથે લિંક થશે

  • January 20, 2023 08:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ત્રણ–ચાર મહિનામાં ટોલબુથમાંથી મુકિત મળશે અને ઓટોમેટિક રજિસ્ટ્રેશન થઈ જશે: નીતિન ગડકરી




દેશમાં રાષ્ટ્ર્રીય અને રાય ધોરીમાર્ગનું નેટવર્ક ઝડપથી વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં ટોલ બુથની સંખ્યા પણ વધી રહી છે પરંતુ કેન્દ્ર વાહનચાલકોને ટોલ બુથમાંથી મુકિત આપવાનું વિચારી રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નવી ફાસ્ટેગ નીતિ બનાવી રહી છે નવી પોલિસી ૩–૪ મહિનામાં જાહેર કરવામાં આવશે.





સરકાર ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશન સીસ્ટમ લખી રહી છે આ સીસ્ટમને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. અમદાવાદ જિલ્લાના ઘોલેરા તાલુકાના કાવિકા ગામમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિન ગડકરીએ આ વાત કરી હતી. તેઓ અહીં અમદાવાદ–ઘોલેરા એકસપ્રેસ વે પેકેજ–૧ના પ્રોગ્રેસ વર્કની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ત્યાં ૪૨૦૦ કરોડના ખર્ચે ૧૦૯ કિલોમીટર લાંબો ગ્રીન ફિલ્ડ કોરીડોર વિકસાવવામાંઆવી રહ્યો છે તેમણે જણાવ્યું કે, નવી ફાસ્ટેગ પોલિસી અને સેટેલાઈટથી લીંક સીસ્ટમ હેઠળ વાહનમાં એક બાજુ ફાસ્ટેગ સ્ટીકર તો લગાવેલું હશે જ અને તેની સાથે જ કેમેરો વાહનની ઓટોમેટિક રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો પણ પાડી લેશે. એકસપ્રેસ વે બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પણ થોડી મદદ મળી છે.



મહાનગરપાલિકા પાસેથી ૨૦ લાખ ટન સોલીડ વેસ્ટ કચરો લેવામાં આવ્યો છે જેને એકસપ્રેસ વેમાં નાખવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ૨૫ લાખ ટન પોન્ડ એરા પણ નાખવામાં આવી રહી છે. તેની બન્ને બાજુએ વૃક્ષો વાવવામાં આવશે. માર્ચ ૨૦૨૪ સુધીમાં તેના નિર્માણ સાથે અમદાવાદ–ઘોલેરા વચ્ચેની મુસાફરીનો સમય પણ ઘટી જશે અને લગભગ એક કલાક ઓછો થઈ જશે. અને માત્ર સવા કલાકમાં મુસાફરી ર્પૂ કરી શકાશે. તે નવાગામ ઘોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ થઈને સરખેજ અને ઘોલેરા પાસેના એસપી રિંગરોડને જોડે છે તે બની જવાથી ઘોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ, અલગં પોર્ટ, અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથેની કનેકિટવિટી પણ વધુ સારી બનશે તેમજ ઔધોગિક ગતિવિધીઓને વેગ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application